અયોધ્યા મેં રામ, કિસાનો કો દામ, ભ્રષ્ટાચારીઓકો બદનામઃ સીએમ રૂપાણી

0
6

પ્રજાસત્તાક દિનની ઉજવણીને લઇને વિજય રૂપાણી બનાસકાંઠાના મહેમાન બન્યા
પાલનપુર-અંબાજી,તા.૨૫
આગામી ૨૬મી જાન્યુઆરીના રાજયકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી બનાસકાંઠાના પાલનપુર ખાતે યોજાનાર હોઇ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી પાલનપુર આવી પહોંચ્યા હતા જ્યાં તેવોએ બાઈક રેલીને પ્રસ્થાન કરાવી યુવા સંમેલનને સંબોધ્યું હતું.
પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે શુક્રવારે પાલનપુર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી આવી પહોંચ્યા હતા. ૭૦માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી બે દિવસ બનાસકાંઠામાં મુખ્યમંત્રી રોકાશે. જયારે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે યુવા બાઇક રેલીને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં ૫૦૦થી પણ વધુ બાઇક ચાલકો જાડાયા હતા. ત્યાર બાદ વિદ્યા મંદિર ખાતે યુવા સમેલનનું આયોજન કરાયું હતું. જ્યાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ યુવાનોને સંબોધયા હતા અને વિશિષ્ટ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર યુવાનોને સન્માન પત્ર આપી સન્માનિત કર્યા હતા.
જ્યારે બનાસકાંઠામાં છેલ્લા ઘણા સમયથી સોશ્યલ મીડિયામાં અલગ જિલ્લો અને તાલુકાની વાતો વહેતી થઈ હતી. જે મામલે તમામ અટકળો પર પૂર્ણ વિરામ મૂક્યું હતું અને આ મામલે કોઈજ અલગ જિલ્લો કે તાલુકો બનવાનો ના હોવાનું રૂપાણીએ જણાવ્યું હતું અને તમામ અટકળો ઉપર અંત મુક્યો હતો. મુખ્યમંત્રી સાથે કેન્દ્રીય રાજયમંત્રી હરિભાઈ ચૌધરી, રાજ્ય મંત્રી પરબતભાઇ પટેલ તેમજ બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી સહિત અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
અંબાજી બસ સ્ટેન્ડ સહિત વિવિધ સાત જેટલા વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાપર્ણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવતાં કહ્યું હતું કે, અંબાજી મંદિરનું શિખર સુવર્ણમય બન્યું છે હવે મંદિરના મુખ્ય મંડપને સોનાથી મઢાશે.
અંબાજીના વિકાસ પર ભાર મુકતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, મા અંબાના દર્શને અહીં લાખો શ્રધ્ધાળુઓ અહીં આવતા હોય છે ત્યારે એમની સુવિધા માટે અહીં રોડ રસ્તા સહિતની વ્યવસ્થાઓ ઉભી કરવી માટે ધ્યાન અપાયું છે પરંતુ વધુ વિકાસ માટે અંબાજીને અલગથી ઓથોરીટી બનાવવાની જાહેરાત કરવામાં આવે છે.
આ દરમિયાન રૂપાણીએ વધુમાં કહ્યું હતું કે,”અયોધ્યા મેં રામ, કિશાનો કો દામ, ભ્રષ્ટાચારીઓકો બદનામનું સૂત્ર પણ તેમણે મંચ પરથી લલકાર્યૂ હતું. દુનિયાની સૌથી મોટી આયુષ્યમાન યોજના લાવી ગરીબોની ચિંતા કરી છે. ૨૦૨૨ સુધી કોઈ મકાન કે છત વગર નહીં રહે. ૧૦ રૂપિયામાં ગરીબોને ભોજનની વ્યવસ્થા બનાવી છે અને ૧૦ ટકા અનામત ઐતિહાસિક નિર્ણય છે. મને ગર્વ છે કે દેશમાં સૌથી વધુ રોજગારી નિર્માણ કરતું રાજ્ય ગુજરાત છે. વાયબ્રન્ટ ગુજરાત અંતર્ગત બે મહીનામાં જ ૧.૧૧ લાખ કરોડના કામોની શરૂઆત કરાશે તેવું પણ તેમણે જણાવ્યું હતું
મુખ્યમંત્રી આવતા પહેલા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થવાની સોશિયલ મીડિયા પર વહેતી થયેલ અટકળો પર આજે ખુલ્લા મંચ પરથી સીએમ દ્વારા વિભાજન વાતો માત્ર અફવા હોવાનું જણાવી તેનું ખંડન કરાતા આ વિવાદનો હાલ પૂરતો અંત આવ્યો છે.
અહીં નોંધનિય છે કે, અત્યાર સુધી અંબાજી મંદિરના શિખરને સોનાથી મઢાયું છે ત્યારે હવે એક દાતા દ્વારા વધુ ૨ કિલો સોનાનું દાન કરાયું છે, સરકાર દ્વારા મંદિરના મુખ્ય મંડપને પણ સોનાથી મઢવામાં આવશે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY