જેડીએસમાં બેઠકોની ફાળવણીને લઈને તણાવ, મદદ માટે પહોંચી અન્ય પાર્ટીઓના શરણે

0
5

બેંગલુરુ,તા.૧
લોકસભાની ચૂંટણી પહેલા કર્ણાટકમાં કોંગ્રેસના સાથી પક્ષ જનતા દળ સેક્યુલરના બેઠકોની ફાળવણીને લઈને ભવા તણાયા છે. જેડીએસે લોકસભાની ચૂંટણી માટે એટલી બધી બેઠકો માંગી છે જે કોંગ્રેસ માટે ખોટનો સોદો સાબિત થઈ શકે છે. આ સંકટમાંથી બહાર કાઢવા કોંગ્રેસ અન્ય પાર્ટીઓના શરણે પહોંચી ગઈ છે.
કોંગ્રેસ આ સમસ્યાનો હલ લાવવા માટે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન ચંન્દ્રબાબુ નાયડૂ, એનસીપી અધ્યક્ષ શરદ પવાર અને જમ્મૂ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા પાસે પહોંચી છે.
કોંગ્રેસ ઈચ્છે છે કે, આ ત્રણેય નેતાઓ એનડીએ વિરૂદ્ધ રાષ્ટ્રીય ગઠબંધન બનાવવામાં આવી રહેલી મુશ્કેલીઓ દૂર કરવાની જવાબદારી લે. આ સમગ્ર ઘટનાક્રમ સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે, નાયડૂએ નેતૃત્વ કરવાની મંજૂરી આપી દીધી છે. આ ત્રણેય નેતાઓ આ મહિને જ એક મહત્વપૂર્ણ બેઠક આયોજીત કરશે જેમાં ગઠબંધન બનાવવાને લઈને રોડ માપ તૈયાર કરવામાં આવશે.
ટીડીપી પ્રવક્તા કમબમપતિ રામમોહન રાવે કહ્યું હતું કે, ક્ષેત્રીય પક્ષો જેટલી બેઠકો જીતી શકે છે, તેટલી જ તેમની માંગવાનો અધિકાર છે. સંભવિત ગઠબંધન સહયોગીઓ સાથે લોકસભાની ચૂંટણી માટે રોડમાપ તૈયાર કરતા પહેલા આ મુદ્દાનું સમાધાન કરવામાં આવશે. કર્ણાટકમાં સત્તારૂઢ કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે તમામ પદોને લઈએને વહેંચણી ૨ઃ૧ના રેશીયાથી થયું છે.
આ ફોર્મ્યુલાને જા લોકસભાની ચૂંટણીમાં પણ લાગુ કરવામાં આવે તો જેડીએસને રાજ્યનીએ કુલ ૨૮માંથી માત્ર ૧૦ જ બેઠકો મળી શકે છે. તો બીજી બાજુ થોડા સમય પહેલા જ જેડીએસ સુપ્રીમો એચડી દેવગૌડાએ સ્પષ્ટ કર્યું હતું કે તેમની પાર્ટી ૧૨ બેઠકો પરથી ચૂંટણી લડશે. તેમણે કહ્યું કે જો અમારી માંગણી પૂર્ણ ના કરવામાં આવી તો જેડીએસ રાજ્યમાં એકલા હાથે ચૂંટણી લડશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY