વાવાઝોડામાં મૃત્યુ પામેલાનાં પરિવારને બે લાખની સહાયની સીએમની જાહેરાત
વલસાડ-દાંતીવાડા,તા.૧૭
વલસાડમાં સીએમ વિજય રૂપાણીએ ભાજપના ઉમેદાર કે.સી. પટેલ માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો. ધરમપુર ખાતે ચૂંટણી સભાને સંબોધન કરતા સીએમ રૂપાણીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પર આકરા પ્રહારો કર્યો હતો. મમતા બેનરજીની પાર્ટીની રેલીમાં બાંગ્લાદેશી કલાકારોની હાજરી પર સીએમ રૂપાણીએ ચાબખા મારતા કહ્યું કે, ઘુસણખોરોને દેશમાં ઘુસાડીને ‘ઘરના છોકરા ઘંટી ચાટે’ કહેવાત જેવો ઘાટ ઘડાયો છે. રાજ્યના પૈસા ઘુસણખોરો માટે ખર્યાય છે. મત મેળવવા માટે મમતા આવું કરી રહ્યા છે. આસામમાં કોંગ્રેસ જે કરી રહી છે તેનાથી દેશને નુકસાન થઈ રહ્યું છે.” આ પ્રસંગે કોંગ્રેસના સ્ટાર પ્રચારક નવજાત સિદ્ધૂ પર આકરા પ્રતિક્રિયા આપતા સીએમ વિજય રૂપાણીએ તેમને નવજોત સિદ્ધુ કહ્યા હતા. રૂપાણીએ કહ્યું કે, “નવજોત સિદ્ધુ તો પાકિસ્તાનમાં જઈને નૌટંકીઓ કરી આવ્યા છે. ઇમરાન ખાનની દોસ્તીના આધાર ઉપર પાકિસ્તાનની દલાલીઓ પણ કરે છે.” મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મીડિયા સમક્ષ જાહેરાત કરી હતી કે વાવાઝોડાને કારણે રાજ્યમાં ૯ લોકોના મોત થયા છે. રાજ્ય સરકાર અસરગ્રસ્તોને તમામ પ્રકારની મદદ કરશે. જે મુજબ પ્રત્યેક મૃતકના પરિવારજનોને રૂ. ૨ લાખ અપાશે જ્યારે પ્રત્યેક ઇજાગ્રસ્ત વ્યક્તિને રૂ.૫૦ હજારની સહાય આપવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



