રાજકોટ બારદાનકાંડ : પોલીસે વધુ પાંચ આરોપીઓની ધરપકડ કરી

0
44

મગન ઝાલાવાડીયાએ ૧૫ લાખથી વધુના બારદાન સગેવગે કર્યા હતા
રાજકોટ,તા.૨૨
રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડમાં મગફળીના કરોડો રૂપિયાના ખાલી બારદાન સળગી ઉઠ્યા હતા. જો કે તે કેસમાં બચી ગયેલા લાખો રૂપિયાના સારા બારદાન બારોબાર વેચાઇ ગયાનું ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. પેઢલાનો આરોપી મગન ઝાલાવાડીયા જ રાજકોટ બારદાનકાંડનો મુખ્ય આરોપી નીકળ્યો હતો. પોલીસે તેની બીજી વખત ધરપકડ કર્યા બાદ કોર્ટે ૧૦ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આજે બી ડિવીઝન પોલીસે આ જ કેસમાં વધુ પાંચ આરોપીની ધપરકડ કરી હતી.
રાજકોટ યાર્ડમા ૧૭ કરોડથી વધુના ખાલી બારદાન સળગી ઉઠ્યા હતા. જેમાં પણ કૌભાંડ બહાર આવ્યું છે. સૌરાષ્ટ્ર ગુજકોટના મેનેજર મગન ઝાલાવાડીયાએ ૧૫ લાખથી વધુના બારદાન સગેવગે કર્યા હતા. જેમાં આજે પોલીસે વધુ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓમાં મનસુખ લીંબાસિયા, કાનજી ઢોલરિયા, નીરજ ગજેરા, પરેશ સંખારવા અને કાળુ ઝાપડાનો સમાવેશ થાય છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY