જર્મનીની સૌથી મોટી એરલાઇના કર્મચારીઓ હડતાળ પર : અનેક ફ્લાઇટો રદ્દ

0
2

બર્લિન,તા.૩૧
વિશ્વમાં હાલ નાતાલની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે દુનિયાની પ્રખ્યાત એરલાઈન કંપનીનાં કર્મચારીઓ હાલ હડતાલ પર ઉતર્યા છે.
જર્મનીની સૌથી મોટી એરલાઇન લુફથાંસાની સોમવારથી શરૂ થયેલી ત્રણ દિવસીય હડતાલને પગલે અનેક ફ્લાઈટો રદ કરવામાં આવી છે જર્મનવિંગ્સ એરલાઇન્સ સબસિડિયરીઝના કડક પ્રતિબંધોને પગલે અંદાજીત ૧૮૦ ફ્લાઇટ્સ રદ કરવી પડી શકે તેમ છે.
જર્મનવિંગ એરલાઇન્સના એટેન્ડન્ટના કડક પ્રતિબંધ બાદ સોમવારે શરૂ થયેલી ત્રણ દિવસીય હડતાલને પગલે અનેક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. કર્મચારી સંઘે કર્મચારીઓને સોમવારથી બુધવાર સુધી કામ પર ન આવવા જણાવ્યું છે.
કર્મચારી યુનિયનએ સોમવારે કહ્યું હતું કે જર્મનવિંગ્સ એરલાઇન્સનું સંચાલન ફ્લાઇટ કામગીરીના ભવિષ્ય માટેના તેના દૃષ્ટિકોણ પર સ્પષ્ટ નથી. ઓક્ટોબરમાં, યુનિયનના સભ્યોએ વેતન વધારા, વધુ સારી પેન્શન યોજનાઓ અને અન્ય માંગણીઓ અંગે ફ્રેક્નફર્ટ અને મ્યુનિ.ના વિમાની મથકો પર પણ કામ કરવાનું બંધ કરી દીધું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY