સીએએના વિરોધીઓને ટેકો આપી રહેલ રાહુલ,સોનિયા,પ્રિયંકા દેશના દુશ્મન

0
1

જયપુર,તા.૩૧
ભારતીય જનતા પાર્ટીનાં ધારાસભ્ય મદન દિલાવારે કહ્યું છે કે, નાગરિકત્વ કાયદાનો વિરોધ કરી રહેલા અને તેમનુ સમર્થન આપતા રાહુલ ગાંધી જેવા લોકો દેશદ્રોહી છે. આ લોકોને પાકિસ્તાન કે બાંગ્લાદેશ મોકલવા જોઈએ. રાજસ્થાનની રામગંજ મંડી વિધાનસભા બેઠકનાં ભાજપનાં ધારાસભ્ય, મદન દિલાવરે કહ્યું કે, સીએએનાં વિરોધીઓને ટેકો આપી રહેલા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી દેશનાં દુશ્મન છે.
મદન દિલાવરે કહ્યું કે, જે લોકો નાગરિકત્વ કાયદાનાં વિરોધને લઈને દેશને બાળી રહ્યા છે, પોલીસની હત્યા કરી રહ્યા છે અને જેઓ તેમનું સમર્થન કરી રહ્યા છે, તે દેશનાં દુશ્મન છે, પછી તે સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અથવા રાહુલ ગાંધી ભલે હોય. આ લોકોને દેશમાં રહેવાનો કોઇ અધિકાર નથી. જો તેઓ પાકિસ્તાનને ચાહે છે તો તેઓએ ત્યાં ચાલ્યા જવું જોઈએ, જો તેઓ બાંગ્લાદેશને ચાહે છે તો તેઓએ ત્યાં ચાલ્યા જવું જોઈએ. જો બંને દેશો તેમને ન લે તો આ લોકોએ હિંદ મહાસાગરમાં ડૂબી જઇને મરી જવુ જોઇએ. ગત ભાજપ સરકારમાં મંત્રી રહી ચૂકેલા મદન દિલાવારે તાજેતરમાં રાજસ્થાનમાં દુષ્કર્મની ઘટના અંગે કહ્યું હતું કે, હાલની કોંગ્રેસ સરકાર દુષ્કર્મીઓને સુરક્ષા આપી રહી છે. રાજ્યનાં સારા લોકોએ ભાજપને મત આપ્યો છે. જે લોકોએ કોંગ્રેસને મત આપ્યો છે તે દુષ્કર્મી, બદમાશ અને સમાજનું વિભાજન કરનારા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY