બર્લિન,તા.૮
સાઉથ જર્મની અને સેન્ટ્રલ યુરોપમાં આવેલા દેશ ઓસ્ટ્રીયામાં વિન્ટર સ્ટોર્મના કારણે અંદાજિત ૭ લોકોનાં મોત થયા છે. આખા અલ્પાઇન ટાઉનને ભારે હિમવર્ષાના કારણે ખાલી કરવામાં આવ્યું છે. જર્મનીમાં હિમપ્રપાતનું જાખમ હાઇએસ્ટ લેવલ પર છે અને આગામી દિવસોમાં પણ ભારે હિમવર્ષા થવાની શકિયતાઓ છે.
જર્મનીના વેકર્સબર્ગમાં ૪૪ વર્ષીય વ્યકિતનું ભારે હિમવર્ષામાં વૃક્ષ પડતાં મોત થયું છે. ઓથોરિટીના જણાવ્યા અનુસાર, રવિવારે સ્વિત્ઝર્લેન્ડમાં હિમપ્રપાતના કારણે ઘાયલ થયેલી એક મહિલાનું પણ સોમવારે મોત થયું છે.
ઓસ્ટ્રીયામાં ત્રણ સ્કીયર્સના મોત થયા છે. હિમપ્રપાતની ચેતવણીના પગલે હોચ્કર અપ્લાઇન રોડ અને હોચ્કર સ્કીઇંગ પ્રદેશને આગામી દિવસો માટે બંધ કરી દેવામાં આવ્યો છે. વિઝિટર્સ અને સ્થાનિકોને આજે મંગળવાર સુધી આ પ્રદેશ ખાલી કરી દેવાના આદેશ આપાવમાં આવ્યા છે.
ઓસ્ટ્રીયાની ઓથોરિટીને સ્કીયર્સ અને વાહનચાલકોને રસ્તા પર નિકળવાની મનાઇ કરી છે. આજે મંગળવારે પણ અહીં વધુ ૪૮ ઇંચ હિમવર્ષા થવાની શકીયતાઓ છે. હાલ બરફવર્ષામાં ફસાયેલા લોકોના રેસ્કિયું ઓપરેશન માટે હેલિકોપ્ટર અને રેસ્કીયું ટીમને તૈયાર કરી દેવામાં આવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



