ભરુચમાં સરકારે ૧ રૂપિયામાં પધરાવી આખ હોસ્પિતલ્ .!?,કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો

0
55


ભરુચ,તા.૮
આજકાલ ૧ રૂપિયામાં સારી ચોકલેટ પણ મળતી નથી, ત્યાં ભરૂચની સિવિલ હોસ્પિતલ્ નુ ખાનગીકરણ થવાના મુદ્દે ઉહાપોહ મચી રહ્યો છે. સિવિલ હોસ્પિતલ્ ખાતે મેડિકલ કોલેજ આવી રહી છે અને તેના માટે ૧ રૂપિયાના ભાડા પેટે ૩૩ વર્ષના કરાર સરકાર દ્વારા ખાનગી ઇન્સ્ટિટ્યૂટ સાથે કરવામાં આવ્યા છે જેનો વિરોધ જાવા મળી રહ્યો છે.
ભરૂચ ખાતે મેડિકલ કોલેજને મંજૂરી માલ્ટા ગુજરાત સરકાર દ્વારા વડોદરાની ક્રિષ્ના એજ્યુકેશન ફાઉન્ડેશનને માત્ર રૂ. ૧ના ભાડા કરાર હેઠળ ૩૩ વર્ષના કરાર સાથે મોંઘીદાટ જમીન આપવામાં આવી છે. ઉપરાંત સિવિલ હોસ્પિતલ્ ન અ નવીનીકરણ માટે આ સંસ્થા સાથે કરાર કરવામાં આવ્યો છે. જે ૫૦૦ કરોડના ખર્ચે સિવિલ હોસ્પિતલ નુ નવીનીકરણ કરી તેનું સંચાલન ક્રિષ્ના એજ્યુકેશન તથા રુદ્રાક્ષ એકેડમી દ્વારા કરવામાં આવશે.
આવતા વર્ષથી અહીં મેડિકલ કોલેજ કાર્યરત થનાર છે તે પૂર્વે જ તેનો વિરોધ જાવા મળી રહ્યો છે. જે સંસ્થાઓ સાથે કરાર કરવામાં આવ્યા છે તે બંને સંસ્થાઓ દ્વારા સિવિલ હોÂસ્પટલના નવીનીકરણ બાદ તગડી ફી વસૂલાશે તેવા આક્ષેપ થઇ રહ્યા છે. ઉપરાંત ગરીબો માટે એક માત્ર સિવિલ હોસ્પિતલ્ કાર્યરત છે જેમાં ફી વસૂલાશે તો ગરીબોક્રિય કિયા જશે. આજરોજ આ તમામ મુદ્દે કોંગ્રેસ દ્વારા વિશાલ રેલી કાઢવામાં આવી હતી અને જિલ્લા કલકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કોંગ્રેસે સરકારની નીતિનો વિરોધ કર્યો હતો.
આ સમગ્ર મુદ્દે સરકારના પ્રતિનિધ એવા ભરૂચના ધારાસભ્યે જણાવ્યું હતું કે, સરકારે કુલ ૫ મેડિકલ કોલેજા ખોલવાનું નક્કી કર્યું હતું અને તે પૈકી ૨ કાર્યરત થઇ છે જયારે ૩ આવતા વર્ષે થશે. ભરૂચ માટે આનંદની વાત એ છે કે ભરૂચને મેડિકલ કોલેજ મળી રહી છે અને અહીંના વિદ્યાર્થીઓ કે જેઓએ મેડિકલ માટે અન્ય જિલ્લાઓ પર નિર્ભર રહેવું પડતું હતું તેઓ અહીં જ તબીબી અભ્યાસ કરી શકશે.


(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY