દ્બખ્તદ્ઘઙ્મ,તા.૮
૨૦૧૭ના ઓકટોબરે રાતે વડોદરાની ૧૯ વર્ષીય યુવતી નાનપુરા દિગંબર જૈન દેરાસરના મહારાજ સાહેબ પાસે આશીર્વાદ લેવા ગઈ હતી.
વડોદરાની ૧૯ વર્ષની વિદ્યાર્થિની પર દુષ્કર્મના આરોપી જૈન મુનિ શાંતિસાગરે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે. તેમણે અરજીમાં કહ્યુ છે કે પોતાને કેસમાં ખોટી રીતે સંડોવવામાં આવ્યાં છે. જાકે સરકારે અરજીનો વિરોધ કર્યો છે. સરકારે કહ્યુ કે ધર્મના નામે આડંબર કરી શોષણ કરનારા આવા ગંભીર ગુનાના આરોપીને જામીન ન આપી શકાય. તમામ પક્ષે સુનાવણી પૂર્ણ થઇ ગઇ છે. કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે.
સુરતના નાનપુરા દિગંબર જૈન દેરાસરના મહારાજ સાહેબ સામે વર્ષ ૨૦૧૭માં એક યુવતીએ દુષ્કર્મની ફરિયાદ કરતાં જૈન સમાજમાં ખળભળાટ મચી ગયો હતો. હાલ મહારાજ જેલમાં બંધ છે.ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાંથી આરોપીને જયુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કરાયો હતો. દરમિયાન આરોપીએ ૯૦ દિવસની અંદર ચાર્જશીટ રજૂ થાય, એ અગાઉ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. પરંતુ થોડા દિવસ બાદ આ જામીન અરજી પરત ખેંચવામાં આવી હતી. જેલમાં બંધ શાંતિસાગર સામે નોટિસ ઇશ્યુ કરી તા. ૧૭મી જાન્યુઆરીના રોજ કોર્ટમાં હાજર રહેવા જણાવ્યુ હતુ. આથી આજે કોર્ટ સમક્ષ હાજર રહેલાં આરોપીને ચાર્જશીટની કોપી આપવામાં આવી હતી.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




