રાજપીપળા શહેરમાં મોટાભાગના વિસ્તારોની સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી બાઈકો ચોરીનો ભય 

0
189

અમુક વિસ્તારના લોકોએ વારંવાર પાલિકામાં ફરિયાદ કરી પરંતુ ફોલ્ટ મળતો ન હોવાની વાત 

રાજપીપળા : રાજપીપળા શહેરમાં સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી બાઈકો ચોરાઈ જાય તેવો ભય લોકોને સતાવી રહ્યો છે છતાં પાલિકા તંત્ર દ્વારા પાંચ દિવસથી આ ક્ષતિ દૂર થઈ નથી

રાજપીપળા શહેરમાં એક તરફ વીજ કંપની દ્વારા છાસવારે વીજ પુરવઠો બંધ થવાની જૂની સમસ્યા હલ થતી નથી ત્યાં હાલ છેલ્લા પાંચેક દિવસ થી શહેરના અમુક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો પણ બંધ હોવાથી સ્થાનિક લોકોને પોતાની બાઈકો ચોરી થવાનો ડર સતાવી રહ્યો છે જોકે ઘણા સ્થાનિકો એ પાલિકામાં આ બાબતે રજુઆત કરી પરંતુ લાઈટો કેમ બંધ છે એ માટે હજુ ફોલ્ટ મળતો નથી એમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હોય ચોમાસા ની સીઝન માં સાંજે વહેલું અંધારું થતું હોય ત્યારે રોડ પર જો લાઈટો ન હોય તો લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે સાથે વાહનો કે અન્ય ચોરી થવાનો પણ ભય લોકોને સતાવી રહ્યો છે માટે ગમે તેમ કરી પાલિકા તંત્ર આ બાબતે તાત્કાલિક કામગીરી કરી શહેરમાં સ્ટ્રીટ લાઈટો સળગતી કરે તેવી માંગ છે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY