જ્યારે તંત્ર દ્વારા મેઈન બજારમાં પારેખ ફળી પાસે પાણીની લાઈનના ચાલુ કામે વરસાદ આવતા ત્યાથી નિકળતા રાહદારીઓ જીવના જોખમે પસાર થયા
બોટાદ જીલ્લાના રાણપુરમાં ભારે પવન સાથે અચાનક ધોધમાર વરસાદ ચાલુ થતા રસ્તાઓ ઉપર પાણી ફળીવ્યા હતા.એક કલાક માં એક ઈંચ વરસાદ વરસતા મેઈન બજારોમાં વરસાદના પાણીની રીતસર નદીઓ વહેવા લાગી હતી.અચાનક બદલાયેલા વાતાવરણ ને લીધે ભારે ઉકળાટ બાદ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરતા લોકો રસ્તાઓ ઉપર નાહવા નિકળી પડ્યા હતા.ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.જ્યારે રાણપુરની મેઈન બજાર છત્રીપા પારેખ ફળી પાસે તંત્ર દ્વારા પાણીની લાઈન નાંખવા માટે ખોદકામ ચાલુ હતુ તે દરમ્યાન વરસાદ પડતા ત્યાથી પસાર થતા રાહદારીઓને જીવના જોખમે પસાર થવુ પડ્યુ હતુ.તંત્ર દ્વારા ચોમાસા માં જ પાણીની નવી લાઇન નાખવાનું ચાલુ કરતા મેઈન બજાર ના વેપારીઓ સહીત રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.ભારે વરસાદ ને લીધે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
તસવીર:વિપુલ લુહાર
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




