બાવળા,તા.૧૫
બાવળામાં ખેડૂતે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર દરમિાન મોત નીપજ્યું છે. બાવળાનાં ખેડૂતે પોતાની એક જમીન વેચીને બીજી જમીન લીધી હતી. જે માટેનાં ૩૫ લાખ રૂપિયા તેમણે ચૂકવી દીધા હતાં. પરંતુ તેમની ખરીદેલી જમીનની માલિકી તેમને મળતી ન હતી. ત્યાંના પહેલાનાં માલિકો જમીન ખાલી કરવા તૈયાર ન હતાં. જ્યારે પણ આ ખેડૂતનો પરિવાર પોતાના જમીનની માંગણી કરવા જતો ત્યારે તેમને ઢોર માર મારતા અને અપશબ્દો પણ બોલતા હતાં. આ બધાથી કંટાળીને ખેડૂતે અંતિમ પગલુ ભરીને પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ખેડૂતે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો જે બાદ સારવારમાં તેમનું મોત નીપજ્યું છે. આ ખેડૂત પાસેથી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં ખેડૂત પર શોષણ કરતાં બધાનાં નામ લખ્યાં છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ ખેડૂતે ઝેરી દવા પીધા બાદ જ્યારે પરિવારજનને જાણ થઇ ત્યારે તરત તેમણે ૧૦૮ને બોલાવી હતી. આ દરમિયાન તેમણે મૃતકનો એક વીડિયો પણ બનાવ્યો હતો. જેમાં મૃતક કહી રહેલા સંભળાય છે કે, ‘આ લોકોએ મારી સાથે ખોટું કર્યું છે. મેં ચીઠ્ઠી લખી છે પરંતુ બોલી શકું તેમ નથી. ચીઠ્ઠીમાં નિર્દોષનાં નામ પણ લખ્યા છે અને જેમણે મારૂં કરી નાંખ્યું તેના પણ નામ લખ્યા છે.’
‘ન્યાય નહીં મળે ત્યાં સુધી અંતિમ વિઘિ નહીં’મૃતક ખેડૂતે સુસાઇડ નોટમાં લખ્યું છે કે, જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી મારી અંતિમવિધિ ન કરશો. એટલે પરિવારે પણ કહ્યું છે કે, જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાઇ ત્યાં સુધી અમે ખેડૂતની અંતિમવિધિ નહીં કરીએ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


