‘બાયડના ગરીબ લોકોનો અવાજ બનશે ધવલસિંહ, ૩૦મીએ ફોર્મ ભરશે’, પોસ્ટ વાયરલ

0
5

બાયડ,તા.૨૬
ગુજરાત વિધાનસભામાં ૬ પેટાચૂંટણીઓની બેઠકોને લઇને કોંગ્રેસ અને ભાજપ હાલ એક્શન મોડમાં છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા પેરાશૂટિયા નેતા ધવલસિંહ ઝાલાને લઇને થોડી રાજનીતિ ગરમાઇ હતી.
સવારે સોશિયલ મીડિયામાં ધવલસિંહને લઇને એક પોસ્ટ વાયરલ થઇ હતી. જેમાં ભાજપ તરફથી કોઇ સત્તાવાર જાહેરાત કર્યા વિના સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી પોસ્ટમાં બાયડ સીટ પરથી ધવલસિંહ ઝાલા ૩૦મીએ ફોર્મ ભરશે. આ પોસ્ટથી ગુજરાતની રાજનીતિમાં ગરમાઇ ગઇ હતી. અરવલ્લી ભાજપના નેતા ધવલસિંહ ઝાલાની વાયરલ થયેલી પોસ્ટમાં લખ્યું હતું કે, ‘ગરીબ લોકોનો અવાજ બનશે ધવલસિંહ’, આ સિવાય ધવલસિંહ ઝાલા ૩૦મીએ ફોર્મ ભરવા અંગેની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી.
પરંતુ ધવલસિંહ ઝાલાનો મુદ્દો ટૉપ ધ ટાઉન બને તે પહેલા જ ધવલસિંહ ઝાલાએ વાયરલ પોસ્ટ અંગે રદિયો આપ્યો હતો. ધવલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, કોઈ કાર્યકરે પોસ્ટ વાયરલ કરી હતી, પરંતુ અમારા ધ્યાને આવતા અમોએ પોસ્ટ હટાવી દીધી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY