આૅપનિંગ સેરેમનીમાં ૩૦ કરોડનો ખર્ચ થાય છે
મુંબઇ,તા.૬
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI) ઇન્ડીયન પ્રીમિયર લીગ(IPL) ને લઈ એક મોટો નિર્ણય લઈ શકે છે. જેની અસર બોલિવૂડ સિતારાઓને પણ થઈ શકે છે. સોમવારે આઈપીએલ ગવર્નિગ કાઉંસિલની બેઠકમાં એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. જેના કારણે આ નિર્ણય લેવામાં આવે એવા અહેવાલ છે.
મીડિયા રિપોર્ટ મુજબ બીસીસીઆઈ આઈપીએલથી ઓપનિંગ સેરેમનીને હટાવવાનો નિર્ણય કરી શકે છે. બોર્ડનું માનવું છે કે બોલિવૂડ સ્ટાઇલમાં ઉદ્ધાટન સમારોહ ખૂબ જ ખર્ચાળ હોય છે. રિપોર્ટ પ્રમાણે ઓપનિંગ સેરેમનીમાં લગભગ ૩૦ કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. તેથી આઈપીએલ ગવર્નિગ કાઉંસિલની એક બેઠકમાં આઈપીએલમાંથી ઓપનિંગ સેરેમનીને હટાવવાની ભલામણ કરવામાં આવી છે. સાથે જ આઇપીએલ સંચાલન પરિષદ નો-બોલ પર નજર રાખવા માટે ચોથા અમ્પાયર રાખવાનો વિચાર કરી રહી છે.
સૂત્રો મુજબ બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું કે,‘ઉદ્ધાટન સમારોહ રૂપિયાની બર્બાદી છે. એમાં ક્રિકેટ પ્રશંસકોનો રસ દેખાતો નથી અને કલાકારોને મોટા પ્રમાણમાં ચુકવણી કરવી પડે છે.’ ઉલ્લેખનીય છે કે તાજેતરમાં વર્ષોમાં કેટલાક બોલિવૂડ સ્ટાર્સ સિવાય ઇન્ટરનેશનલ પોપ સ્ટાર-કેટી પેરી, એકોન અને પિટ બુલે આતીશબાજી અને લેઝર શો વચ્ચે આઇપીએલ ઉદ્ધાટન સમારોહમાં પરફોર્મ કર્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




