ન્યુ દિલ્હી,તા.૬
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ એકવાર ફરી મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. પ્રિયંકા ગાંધીએ બેરોજગારી મુદ્દા પર ટિવટ કરી લખ્યું છે કે માત્ર વિદેશમાં ચંગા-સી બોલવાથી કાંઇ ન થાય. ચંગા સી બોલનારા એકદમ ચૂપ કેમ છે?
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાંધતા કહ્યું છે કે માત્ર વિદેશમાં જઇને ચંગા-સી બોલવાથી કાંઇ થાય નહીં. ઇન્ફોસિસમાંથી નોકરીમાંથી કાઢવામાં આવી રહેલી ખબરોને આધારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે.
કોંગ્રેસ મહાસચિવે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે વિદેશોમાં જઇ સબ ચંગા કહેવાથી બધુ ઠીક થઇ જતું નથી. કોઇપણ જગ્યાએથી રોજગારી વધવાના કે રોજગારી ઉભા થવાના સમાચાર આવી રહ્યાં નથી. જ્યારે બીજી તરફ દેશની નામંકિત કંપનીઓ દ્વારા લોકોને બહાર નિકાળવાનું શરૂ કરવામાં આવ્યું છે. ચંગા સી બોલેનારા એકદમ ચૂપ કેમ છો?
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


