ભરૂચ નગરપાલિકા દ્વારા ગુજરાત માં પ્રથમ નવતર પ્રયોગ હાથ ધર્યો છે.સ્કેપની બસોમાંથી નવી બનવી તેમાં બેડની સુવિધાઓ બનાવી ગરીબ અને ઘર વિહોણા લોકો માટે રેઈન બસેરા આશ્રય સ્થાન બનશે.થોડાંક દિવસોમાં પાલિકા દ્રારા તેનું લોકર્પણ કરવામાં આવનાર છે.

ભરૂચ નગરપાલિકાએ શહેરમાં એકલવાયું જીવન જીવતા અથવા શહેરનાં રસ્તા ઉપર ખુલ્લામાં સૂઈ જતા ભિક્ષુકોની સ્થિતિ શિયાળા માં અત્યંત દયનીય બની જતી હોય છે, ત્યારે આવા સંજોગોમાં નગરપાલિકા દ્વારા રેઈન બસેરાની વ્યવસ્થા કરવામાં આવી છે.

ભરૂચ નગર પાલિકા દ્વારા શહેરમાં રહેતા ભિક્ષુકો માટે આશ્રય સ્થાન સમા રેઈન બસેરાની શરૂઆત કરવામાં જઈ રહી છે.જેમાં ખાસ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.આગામી ટૂંક સમયમાં ભિક્ષુકો માટેની આ અનોખી બસ સેવા શરૂ થવા જઈ રહી છે. હાલ પુરતી પાલિકાએ એસટી પાસેથી બે સ્ક્રેપ બસો લઈને તેમાં સુવિધાઓ ઉપલબ્ધ કરી છે.બે બસોમાં એકમાં ૧૦ મહિલાઓ અને બીજી બસમાં ૧૦ પુરૂષો રહી શકે છે.

જે બાબતે પાલિકા પ્રમુખ સુરભી તમ્બાકુવાળાએ જણાવ્યું હતું કે, શહેરમાં ફૂટપાથ ઉપર સૂઈ જતાં જરૂરિયાતમંદ લોકો અને ભિક્ષુકો આ રેઈન બસેરા બસ સેવાનો લાભ લઈ શકશે તથા બસમાં લાઈટ-પંખાની પણ સુવિધા પણ છે. તો તેમને ઉંઘવા માટે બેડ તેમજ ઠંડીથી રક્ષણ મેળવવા માટે ધાબળાની પણ પાલિકાએ વ્યવસ્થા કરી છે.તેમજ થોડાં સમયમાં રેલવે સ્ટેશનની સામેનાં ભાગમાં જ્યાં પહેલા સીટી બસ સેવાનું સંચાલન કરવામાં આવતું હતું. ત્યાં આ બસોને ઊભી રાખવામાં આવશે.જેનો આગામી સમયમાં લોકાર્પણ કરવામાં આવશે.
રિપોર્ટર:-અંકિતા પાટણવાડિયા
મો:-9904733000
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"








