ભરૂચમાં નર્મદા નદી ઉપર આવેલ સરદાર બ્રિજની રેલિંગ ગતરાત્રી ના અચાનક ધરાસાઈ થઈ જતાં વાહન ચાલકોમાં ભય ફેલાઈ ગયો હતો.હાઈવે ઓથોરિટીએ તાત્કાલિક બ્રિજને બંધ કરાવી યોગ્ય કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ નર્મદા નદી ઉપર આવેલ જૂનો સરદાર બ્રિજ ખખડધજ બનતા સરકાર દ્વારા તેની બાજુમાં એક અન્ય બ્રિજ બનાવવામાં આવ્યો હતો.ત્યાર બાદ નાના વાહન ચાલકો આ બ્રિજનો ઉપયોગ કરતા હતાં.પરંતુ નેશનલ હાઇવે પરનો ટ્રાફિક છેલ્લા ત્રણ ચાર વર્ષોથી ખોરવાયો હોવાના કારણે હજારો વાહન ચાલકો હેરાન થતા હતા.જેના કારણે કેન્દ્ર સરકાર દ્વારા કેબલ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

સરદાર બ્રિજ બિસ્માર બનતા હાઈવે ઓથોરિટીએ બ્રિજની પણ મરમ્મત કરી વાહન વ્યવહાર ચાલુ રખાયો હતો. બ્રિજ ઘણોજ જૂનો હોવાના કારણે તેની હાલત ખુબજ ખરાબ થઈ ગઈ છે.ત્યારે ગતરાત્રીના બ્રિજની 20 ફૂટ. જેટલી લાંબી રેલિંગ તૂટી નીચે પડતા ઉપર થી પસાર થતા વાહન ચાલકોમાં ભય ફેલાઈ ગયો હતો.
બનાવની જાણ હાઇવે ઓથોરિટી સહિત અધિકારીઓએ બ્રિજ પર દોડી આવીને તાત્કાલિક બ્રિજ પરથી અવર જવર કરતાં વાહનો ને બેરેક મૂકીને બંધ કરવામાં આવ્યા હતાં.જ્યાં સુધી બ્રિજની સંપૂર્ણ મરમ્મત કરવામાં નહીં આવે ત્યાં સુધી બ્રિજ ચાલુ કરવામાં આવશે નહીં.
રિપોર્ટર:-અંકિતા પાટણવાડિયા
મો:-9904733000
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"








