પૂર્વ ચીનના ઝેજિયાંગમાં ફેક્ટરીમાં આગ લાગતાં ૧૯ લોકોના મોત

0
8

બેઇજિંગ,તા.૩૦
પૂર્વ ચીનના ઝેજિયાંગમાં રવિવારે કન્ઝયૂમર ગુડ્સ ફેક્ટરીમાં આગ લાગવાના કારણે ૧૯ લોકોના મોત થયા છે. જ્યારે ૩ લોકો ઘાયલ થયા છે. તેમાંથી બેની હાલત ગંભીર માનવામાં આવે છે. અધિકારીઓએ જણાવ્યું કે, રેસ્ક્યુ ટીમને તાત્કાલીક ઘટના સ્થળે મોકલવામાં આવી હતી. તેમ છતાં ઘણાં લોકોના મોત થયા છે. સુરક્ષા નિયમોને યોગ્ય રીતે લાગુ કરવામાં આવ્યા ન હોવાથી ચીનની ફેક્ટરીઓમાં આ પ્રમાણેની ઘણી દુર્ઘટનાઓ થતી રહે છે.
આ પહેલાં જિયાંગ્સુમાં રવિવારે બસ અને ટ્રકની ટક્કરમાં ૩૬ લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય ૩૬ લોકો ઘાયલ થયા હતા. સ્થાનિક મીડિયાના જણાવ્યા પ્રમાણે બસમાં કુલ ૬૯ લોકો હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, બસ પૂર્વી જિયાંગ્સુથી એક્સપ્રેસ-વે પર ખૂબ ઝડપથી આવી રહી હતી. આ દરમિયાન તેનું ટાયર પંચર થતાં બસે નિયંત્રણ ગુમાવી દીધું હતું અને તે સામેથી આવતી ટ્રક સાથે અથડાઈ ગઈ હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY