પ્રજ્ઞા ઠાકુર પહેલેથી જ ગુંડા જેવી,૧૯ વર્ષ પહેલા છુરાબાજી કરી હતી : ભૂપેશ બઘેલ

0
9

રાયપુર,તા.૨૧
ભોપાલ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાએ આપેલા વિવાદાસ્પદ નિવેદનો બાદ કોંગ્રેસના નેતાઓએ સાધ્વીને ટાર્ગેટ બનાવવાનુ શરુ કરી દીધુ છે. છત્તીસગઢના કોંગ્રેસી મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે ભોપાલમાં પ્રજ્ઞા ઠાકુર માટે વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું છે કે, પ્રજ્ઞા ઠાકુરનો વ્યવહાર ગુનેગાર જેવો પહેલેથી રહ્યો છે.૧૯ વર્ષ પહેલા તેણે ભોપાલમાં છુરાબાજી કરી હતી.મારા મારી પણ કરી હતી.તે નાની વાતો પર ઝઘડા કરતી હતી.તે પહેલેથી જ ઝઘડાળુ છે.
ભૂપેશ બઘેલે ક્હયુ હતુ કે, સાધ્વી પ્રજ્ઞાનો છત્તીસગઢ સાથે જુનો નાતો છે.ભિલાઈગઢમાં તે પોતાના જીજાજીના ઘરે રહેતી હતી અને ત્યાં ગુંડાગર્દી કરતી હતી.તેણે શૈલેન્દ્ર નામના યુવાનને તે સમયે ચાકુ મારી દીધુ હતુ.તેની છાપ પહેલેથી જ ગુંડા તરીકેની રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY