અમદાવાદ,તા.૭
મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા રખડતાં ઢોરને પકડીને બહેરામપુરાના ઢોરવાડામાં પૂરવામાં આવે છે, પરંતુ આ ઢોરવાડામાં પૂરવામાં આવતાં ઢોરની યોગ્ય દેખભાળ કરાતી ન હોઈ ઢોરનાંં મૃત્યુનું પ્રમાણ ચિંતાજનક બન્યું છે. જેના કારણે મ્યુનિસિપલ વર્તુળોમાં ઢોરવાડો કે કસાઈવાડે એવી ચર્ચા ઊઠી છે.
બહેરામપુરા સ્થિત ઢોરવાડાને ‘કરુણા મંદિર’ એવું રૂડું રૂપાળું નામ અપાયું છે, પરંતુ આ ઢોરવાડો તંત્રની ઉપેક્ષાના કારણે તેમાં પૂરવામાં આવતાં ઢોર માટે નર્કાગાર બન્યો છે.
હાલની ચોમાસાની ઋતુમાં ઢોરવાડાનાં જર્જરિત શેડને રિપેર કરવાની ખાસ જરૂર છે. આ ઉપરાંત ઢોર ઊભાં રખાય છે તે જમીન પણ સમતલ ન હોઈ અનેક ઢોરના પગ મચકોડાઈ જાય છે.
રખડતાં ઢોર અવારનવાર માંદાં પડે છે. વેટનરી ડોક્ટરની પૂરતી સંખ્યા ન હોઈ તે પૈકીના અનેક ઢોર મૃત્યુ પામે છે. વર્ષોથી ઢોરવાડાને અદ્યતન બનાવવાની તેમજ તેનું વિસ્તરણ કરવાની સત્તાવાળાઓ જાહેરાત કરી છે, પરંતુ હજુ સુધી ઢોરવાડાની તરફ પૂરતું ધ્યાન અપાતું નથી.
આના કારણે ઢોરવાડાના એક મોટા હિસ્સામાં શાસક ભાજપ સાથે છેડા ધરાવતા એક કોન્ટ્રાક્ટરને સાવ મફતમાં રખડતાં કૂતરાંના ખસીકરણ અને રસીકરણ કરવા માટે જમીન પૂરી પડાઈ છે. આ બાબતે લાંબા સમયથી ઊહાપોહ થાય છે.
સત્તાવાળાઓએ પણ આ વિવાદ વકરતાં આ કોન્ટ્રાક્ટરને અન્ય જગ્યાએ પ્લોટ ફાળવવા માટેની દરખાસ્ત પણ તૈયાર કરી હતી. છેવટે આ ફાઈલને રાજકીય દબાણ આવતાં અભરાઈએ ચઢાવી દેવાઈ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


