મોટામવા,તા.૭
ગુજરાતમાં રાજકોટ તાલુકાના મોટામવા ગામના સરંપચે એ વિશેષ પહેલી કરી છે. મોટામવા ગામનાં સરપંચે ગ્રામ પંચાયતમાં મહિલાઓ માટે ઓટોમેટિક સેનેટરી પેડ મશીન સ્વખર્ચે મુકાવીને સ્વચ્છ ભારત અને મહિલા સશક્તિકરણમાં મહત્વની પહેલ કરી છે.
મહિલાઓ માટેનાં ઓટોમેટિક સેનેટરી પેડ મશીનનાં લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. ગ્રામપંચાયત આયોજિત કાર્યક્રમમાં રાજયના અન્ન-નાગરિક પુરવઠામંત્રી જયેશભાઇ રાદડીયાએ મહીલાઓ માટેના સેનેટરી પેડ ઓટોમેટીક મશીનનું લોકાર્પણ કર્યુ હતું.
મોટામવા ગામના ત્રણ સ્થળોએ સરપંચ વિજયભાઇ કોરાટે પોતાનાં ખર્ચે મહિલાઓની સુવિધા માટે મશીનો મુકવામાં આવ્યા છે જેમાં બે મશીનો આંગણવાડી કેન્દ્રોમાં મુકવામાં આવ્યા છે જ્યારે મશીન પેટા આરોગ્ય કેન્દ્રમાં મુકવામાં આવ્યું છે. ગ્રામ પંચાયત દ્વારા રૂ. ૧ના ટોકન દરે સેનેટરી પેડ બહેનોને આપવામાં આવશે.
સમગ્ર દેશમાં મહિલાઓનાં માસિકસ્ત્રાવને સહજ કુદરતી પ્રક્રિયા ગણી, મહિલાઓની વ્યક્તિગત સ્વસ્છતા (પર્સનલ હાઇજીન) પર ભાર મૂકવા માટે દેશભરમાં મહિલાઓ અને મહિલા સંગઠનોએ ‘હેપ્પી ટૂ બ્લીડ’ ટેગ લાઇન સાથે અભિયાન ચલાવ્યુ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



