કચ્છ,તા.૭
ભચાઉ પાસે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. બપોરના સમયે ભચાઉ પાસે ૩.૭ની તીવ્રતાનો ઝટકો નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિન્દુ ભચાઉના ખારોઈ પાસે નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે.
રીક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા ૩.૨ નોંધાઈ છે. રાત્રે ૧૦ અને ૫૦ મિનિટે ભચાઉની ધરા ધ્રુજી છે. જેનું કેન્દ્રબિંદુ દૂધઈથી ૨૨ કિલોમીટર દૂર નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે, ગોઝારા ભૂકંપને દોઢ દાયકો વીત્યા બાદ પણ કચ્છની ધરા હજુ શાંત થઈ નથી અને સમયાંતરે હજુ ભૂકંપના આંચકા યથાવત્ છે.
આપને જણાવી દઇએ કે, કચ્છ અને ધરતીકંપને જૂનો નાતો છે.આ પહેલા અનેકવાર ધરતીકંપે કચ્છની ધરતીને ધ્રુજાવી છે.આ પહેલા ૨૦૦૧માં આવેલ ભયંકર ધરતીકંપે અનેક ઇમારતોને ભોંયભેગી કરી હતી. તો કેટલાક લોકોના જીવ લઇને મોટી તારાજી સર્જી હતી એ ઘટનાને કચ્છ અને સમગ્ર ગુજરાતના લોકો ક્્યારેય ભૂલી શક્્યા નથી ત્યારે આજે ફરી એકવાર ૩.૨ ની તીવ્રતાનો આંચકો આવતા લોકોમાં ભય વ્યાપી ગયો હતો.
આ સાથે વલસાડ ખાતે પણ તાજેતરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્યારબાદ આજરોજ ફરી એકવાર કચ્છના ભચાઉ પાસે ભૂંકપના આંચકા અનુભવાતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જાવા મળ્યો હતો અને લોકો ભયભીત થઇને ઘરની બહાર આવી પહોંચ્યા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






