રાજકોટ સાઈબર સેલે આઠ મહિનામાં ૧.૭૬ કરોડના મોબાઈલ શોધી કાઢ્યા

0
197

રાજકોટ,તા.૭
રાજકોટ સાઇબર સેલે આઠ મહિનામાં ૧.૭૬ કરોડની કિંમતના ૧૩૪૯ મોબાઇલ શોધી કાઢ્યા છે. આ તમામ મોબાઇલ મૂળ માલિકને આપવામાં આવ્યા હતા. રાજકોટ સાઇબર સેલની છેલ્લા આઠ માસની કામગીરી અંગે માહિતી આપવા પોલીસ કમિશનર કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજાઇ હતી.
પીઆઈ ઝાલાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, સાઈબર સેલ દ્વારા છેલ્લા આઠ માસ દરમિયાન રૂ.૧.૭૬ કરોડની કિંમતના ચોરાયેલા ૧૩૪૯ મોબાઈલ શોધી તેના મૂળ માલિકને પરત કરવામાં આવ્યા છે. જૂન-૨૦૧૬થી કાર્યરત સાઈબર સેલની ટીમ દ્વારા ઓગસ્ટ-૨૦૧૮ સુધીમાં રૂ.૪.૪૧ કરોડના ચોરાયેલા ૩૫૧૩ મોબાઈલ શોધીને પ્રજાજનોને પરત કરવામાં આવ્યા છે. સાઈબર સેલ દ્વારા વિવિધ મોબાઈલ સર્વિસના ઓપરેટર્સના નોડલ ઓફિસર્સ પણ હાજર રહ્યા હતા. તેઓની સહાયથી સાઈબર સેલની ટીમે ચોરાયેલા મોબાઈલ્સના લોકેશન મેળવી તેને મૂળ માલિક સુધી પહોંચાડવામાં સફળતા મેળવી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY