જયપુર,તા.૧
રાજસ્થાન રોયલ્સના કેપ્ટ્ન અજિંક્ય રહાણેને ૧૨ લાખનો દંડ થયો છે. રહાણે ઉપર આ દંડ આઇપીએલમાં ૩૧ માર્ચે ચેન્નાઇ સુપરકિંગ્સ સામેની મેચ દરમિયાન સ્લો-ઓવર રેટના લીધે થયો હતો. ચેન્નાઇએ રાજસ્થાનને આ મુકાબલામાં ૮ રને હરાવ્યું હતું. હાર પછી મેચ રેફરી મનુ નાયરે અજિંક્ય રહાણેને સ્લો-ઓવર રેટમાં દોષી માનતા દંડ કર્યો હતો.
ઇન્ડિયન પ્રીમિયર લીગના સ્ટેટમેન્ટ પ્રમાણે, ‘રાજસ્થાને આઇપીએલના નિયમ પ્રમાણે પહેલી વાર નિર્ધારિત સમયમાં પૂરી ઓવર ન નાખી શકતા, રહાણેને ૧૨ લાખ રૂપિયાનો દંડ થયો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




