ભરૂચમાં આવેલા ફિલ્ટ્રેશન પ્લાન્ટમાંથી દારૂની ખાલી બોટલો અને પાઉચો મળી આવ્યા.

0
22

ભરૂચ શહેરને પાણી પહોંચાડતા પાલિકા સંચાલિત અયોધ્યાનગર ફિલ્ટ્રેશન પલાન્ટની અંદરજ દારૂની મહેફીલો યોજાતી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા ખળભળાટ ઉભો થવા પામ્યો છે.

શહેરના અયોધ્યા નગર વોટર ફિલ્ટ્રેશન પ્લાન્ટની મુલાકાત દરમિયાન જે પાણી ફિલ્ટર કરી સમગ્ર શહેરની જનતાને પાણી પહોંચાડતા ફિલ્ટ્રેશન પ્લાન્ટમાં જ દારૂની મહેફીલો મણાતી હોવાની વિગતો સામે આવી છે. જ્યાં પ્રજાના સ્વાસ્થય માટે પાણી ફીલ્ટર કરવામાં આવે છે,જ્યાં પાણીને શુદ્ધ કરવા રખાતા ક્લોરીનના જથ્થાના સ્ટોર રૂમમાં દારૂની ખાલી બોટલો અને પાઉચનો ઢગલો મળવા પામ્યો છે.

ગુજરાતમાં સરકાર દ્રારા દારૂબંધીની ગુલબાંગો હંકાય છે તો બીજી તરફ જયાંથી પ્રજાનું સ્વાસ્થય સારૂ રાખવા પાણીને પણ ફિલ્ટર કરવામાં આવે છે તે પ્લાન્ટની મધ્યમાં જ દારૂની મહેફીલો સજતી હોવાના દ્રષ્યો સામે આવ્યા છે.ફિલ્ટ્રેશન પ્લાન્ટની આગળ કે આજુબાજુ જો આ દારૂની બોટલ કે પાઉચ મળ્યા હોય તો સમજી શકાય કે કોઇ આવતા જતા ત્યાં આ બોટલો ફેંકી ગયા હશે.

પરંતુ પાલિકા સંચાલીત અને પાલિકાની જ નીગરાણીમાં કાર્યરત આ ફિલ્ટ્રેશન પ્લાન્ટની અંદર મધ્યના ભાગે આ દારૂની મહેફીલ સજતી હોવાના પુરાવા મળવા તે સીધે સીધો ત્યાં ફરજ બજાવતા કર્મીઓની બેદરકારી અને પાલિકા સત્તાધિશોની રહેમનજર હોવાનો પુરાવો આપે છે.

વાયરલ બનેલા ભાજપી નેતાઓ ના દારૂની મહેફીલ માણતા વિડિયોના કિસ્સાના જવાબમાં ભરૂચ પાલિકાના પ્રમુખ સુરભી તમાકુવાલા તથા તે વિસ્તારના ચુંટાયેલા કોર્પોરેટરો સાથે ફિલ્ટ્રેશન પ્લાન્ટ ઉપર દોડી આવ્યા હતા. જાત નિરિક્ષણ બાદ તેમણે જણાવ્યું હતું કે, અહીં ઘણી બધી જગ્યાએ દારૂની બોટલો અમને જોવા મળી છે.અમે અહિં પ્લાન્ટના પ્રોટેકશન માટે સિક્યુરીટી તો મુકી જ છે. પરંતુ વધુ પ્રોટેકસન માટે અહીં સી.સી.ટી.વી કેમેરા મુકવા માટે પણ પ્રોસેસ આરંભી દીધી છે. જે થોડા સમયમાં કેમેરા લાગી જશે.

ધનંજય ઝવેરી:-9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY