ભરૂચ જિલ્લો બહુલ આદિવાસી વસતી ધરાવતો જિલ્લો છે. ત્યારે આદિવાસી વસ્તી ધરાવતા વિસ્તારોમાં અનૂસૂચિ- 5 નો અમલ કરી અનુસુચિત જાતિને તેના બંધારણીય અધિકારો આપવા માટે સોમવારના રોજ આદિવાસી યુવાનોએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી.
આદિવાસી યુવાનો દ્વારા પાઠવેલા આવેદન પત્રમાં જણાવ્યું છે કે, બંધારણના ભાગ -10 મુજબ અનુચ્છેદ 244 તેમજ બંધારણનાં અનુચ્છેદ 243, ભાગ -9 મુજબ ગ્રામસભાની કામગીરી અસરકારક બને અને બંધારણનાં શિડ્યુલ-5 મુજબની જોગવાઈએ ગ્રામ્યસ્તરે રાજ્યની શાસન વ્યવસ્થામાં લાગુ પાડવામાં આવે.
આ સાથે એવી પણ માંગ કરવામાં આવી છે કે, ગુજરાતમાં ટ્રાયબલ એડવાઈઝરી કમિટીમાં પુનઃ રચનાની આવશ્યકતા છે. આ કમિટીમાં અનુસૂચિત ક્ષેત્રની જિલ્લા પંચાયતના અધ્યક્ષને સ્થાન આપવામાં આવે. તેમજ અનુસૂચિત ક્ષેત્ર સિવાય વસવાટ કરતા અનુસૂચુત જનજાતિઓને પણ બંધારણીય લાભ મળે તે માટે એડવાઈઝરી કાઉન્સિલની રચના કરવામાં આવે.ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં આવેલી 73-એએની જમીનો પણ સરકાર દ્વારા નોટીફાઈટ વિસ્તાર જાહેર કરી આદિવાસીઓ પાસેથી હડપી લેવામાં આવે છે. તેવી જમીનો પણ આદિવાસીઓને પરત કરવામાં આવે તેવી માંગ કરી છે.
ધનંજય ઝવેરી:-9978406923
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"








