ફરીયાદી દ્વારા પીએસઆઈ,ડીવાયએસપી,એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓને લેખિત-મૌખિક રજુઆત કરાઈ હતી
રાણપુર પોલીસ દ્વારા કનારા ગામના પીડીત વેપારીની એફ.આઈ.આર.નોંધવામાં ન આવતા ફરીયાદી દ્વારા રાણપુર પી.એસ.આઈ,ડી.વાય.એસ.પી,બોટાદ જીલ્લા એસ.પી સહીતના ઉચ્ચ અધિકારીઓને લેખિત-મૌખિક રજુઆતો કરવા છતા એફ.આઈ.આર. નોંધવામાં ન આવતા પીડીત દ્વારા આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી છે.

બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના કનારા ગામના ધર્મેન્દ્રભાઈ કિશનલાલ ગુપ્તા લક્ષ્મી સ્ટીલ નામની પેઢી ચલાવી વેપાર ધંધો કરી પોતાનુ ગુજરાન ચલાવી રહ્યા છે ત્યારે બોટાદના બાબરકોટ ગામના પ્રતાપભાઈ મોજીરામ ગોંડલીયા દ્વારા ધર્મેન્દ્રભાઈ ગુપ્તા પાસેથી રૂ.૨૦૭૦૦૦(બે લાખ સાત હજાર)ના લોખંડના સળીયાનો માલ સામાન તારીખ-૧૧.૧૧.૨૦૧૮ ના રોજ ઉધારીમાં લઈ ગયેલ હતા જ્યારે થોડા દિવસો વિત્યે ધર્મેન્દ્રભાઈ ગુપ્તા દ્વારા આપેલ લોખંડના સળીયાના માલ સામાનના બીલ પેટેના રૂપિયા માંગતા પૈસા આપવાની ના પાડી જાનથી મારી નાખવાની ધમકી આપી વસ્તુ લઈ જઈ છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યા અંગેની રાણપુર પોલીસ મથકમાં સાદી અરજી આપવામાં આવી હતી ત્યારબાદ પીડીત વેપારી દ્વારા તારીખ.૨૬.૧૧.૨૦૧૮ ના રોજ બીજી અરજી સાથે વેચાણના બીલો આપવામાં આવ્યા હતા તારીખ.૩૦.૧૧.૨૦૧૮ ના રોજ બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા ને મળી રજુઆત કરવામાં આવેલ હતી તારીખ.૩૦.૧૧.૨૦૧૮ ના રોજ રાણપુર પોલીસ સ્ટેશન માં એફ.આઈ
આર. નોંધવા અંગે અરજી કરવામાં આવેલ હતી જે અંગે કોઈ નિર્ણય ન આવતા તારીખ.૫.૧૨.૨૦૧૮ ના રોજ બોટાદ ડી.વાય.એસ.પી. ને રજુઆત કરેલ પરંતુ કોઈ નક્કર પરિણામ ન આવતા તારીખ.૧૩.૧૨.૨૦૧૮ ના રોજ ૧૧:૩૦ ક્લાકે રાણપુર બસ સ્ટેન્ડ પાસે આત્મવિલોપન કરવાની ચિમકી ઉચ્ચારી છે
કનારા ગામના ધર્મેન્દ્રભાઈ ગુપ્તા દ્વારા બાબરકોટના પ્રતાપભાઈ મોજીરામ ગોંડલીયા ને રૂ.૨૦૭૦૦૦ નો માલ સામાન ઉધારીમાં આપેલ જેના રૂપિયા વેપારીને નહી આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગેની પોલીસ ફરીયાદ રાણપુર પોલીસ દ્વારા છેલ્લા ઘણા સમય થી નોંધવામાં ન આવતા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવેલ પરંતુ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દ્વારા પણ નક્કર પરિણામ ન આવતા તારીખ.૧૩.૧૨.૨૦૧૮ ના રોજ પીડીત વેપારી રાણપુર ખાતે આત્મવિલોપન કરશે તેવી ચિમકી ઉચ્ચારી છે ત્યારે હવે જોવુ રહ્યુ કે રાણપુર પોલીસ પીડીત વેપારીની ફરીયાદ નોંધશે ખરી
આ અંગે ધર્મેન્દ્રભાઈ ગુપ્તાની મળેલ લેખિત અરજી અન્વયે તપાસ ચાલુ છે
એ.પી.સલૈયા-પી.એસ.આઈ,રાણપુર
રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





