ક્વિંસલેન્ડ,તા.૧૦
સદીઓથી એક પ્રશ્ન બાળકો, મોટા અને નિષ્ણાતોને સતાવાઇ રહ્યો છે કે પહેલાં મરઘી આવી કે ઇંડુ. દરેક વ્યક્તિને કયારેક ને કયારેક આ પ્રશ્ન પૂછાયો જ હોય છે. આ પ્રશ્ન પર પ્રાચીન કાળમાં જ યુનાનના વિચારકોમાં જંગ છેડાઇ હતી અને કોઇ પણ એક મત નહોતું.
આ એકદમ અજીબ પ્રશ્ન છે. જો જવાબમાં મરઘી કહીએ તો પ્રશ્ન થશે કે મરઘી જે ઇંડામાંથી નીકળે તે કયાંથી આવી. આ ચર્ચાનો કયારેય અંત આવતો જ નથી. પરંતુ જા આૅસ્ટ્રેલિયામાં ક્વીંસલેન્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો અને ફ્રાન્સમાં એનઇઇએલ સંસ્થાને ક્વાંટમ ફિઝિક્સની મદદથી તેને સાબિત કર્યાનો દાવો કર્યો છે. ક્વાંટમ ફિઝિક્સના મતે ઇંડા અને ચિકન બંને પહેલાં આવ્યા છે.
ક્વીસલેન્ડ યુનિવર્સિટીમાં એઆરસી સેન્ટર ઓફ એક્સિલેન્સ ફોર ક્વાંટમ એન્જિનિયરિંગ સિસ્ટમના ભૌતિક વિજ્ઞાની જૈકી રોમેરોએ કહ્યું કે ક્વાંટમ મૈકેનિક્સનો મતલબ એ છે કે આ કોઇ નક્કી નિયમિત ક્રમ વગર પણ થઇ શકે છે. તેઓ કહે છે કે અમારા રિસર્ચમાં બંને વસ્તુ પહેલાં હોઇ શકે છે. તેને ‘અનિશ્ચિતતાના કારણોનો ક્રમ’ મનાય છે, તેને આપણે આપણા રોજીંદા જીવનમાં જાેતા નથી.
વૈજ્ઞાનિકોએ પ્રયોગશાળામાં આ અસરને જાવા માટે ફોટોનિક ક્વાંટમ સ્વિચ નામની એક કાન્ફિગરેશનનો ઉપયોગ કર્યો. રોમેરોએ કહ્યું કે ક્વાંટમ સ્વિચની સાથે અમારા રિસર્ચમાં બંને ઘટનાઓના ક્રમ જેના નિર્ભર કરે છે તેને કંટ્રોલ કહેવાય છે. કોમ્પ્યુટરના બિટ્સનું ઉદાહરણ લો જેની વેલ્યુ ૦ કે ૧ હોય છે. અમારા રિસર્ચમાં જા કંટ્રોલ વેલ્યુ ૦ છે તો ‘બી’ થી પહેલાં ‘એ’ થાય છે અને જા કંટ્રોલ વેલ્યુ એક છે તો ‘એ’ ની પહેલાં ‘બી’ હશે.
ક્વાંટમ ફિઝિક્સમાં અમારી પાસે સુપરપોઝિશન (એકની ઉપર બીજી વસ્તુને બેસાડવાની પ્રક્રિયા)માં બિટ્સ હોઇ શકે છે, તેનો મતલબ છે કે તેની વેલ્યુ એક જ સમયમાં ૦ અને ૧ છે. આથી એક નિશ્ચિત અર્થમાં આપણે કહી શકીએ છીએ કે બિટ્સની વેલ્યુ અપરિભાષિત છે. કંટ્રોલની અનિશ્ચિત વેલ્યુના લીધે જે આૅર્ડર નક્કી કરે છે, તેને આપણે કહી શકીએ કે ‘એ’ અને ‘બી’ ઘટનાઓની વચ્ચે અપરિભાષિત આૅર્ડર છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





