ગુજરાત પેટર્ન એટીવીટી ના કામો માં પાચ લાખ સુધીના કામો જે તે ગ્રામપંચાયત ના સરપંચ કે તલાટી હસ્તક માં આવે છતાં હાલની બોડી એ મળતીયાઓ ને આપતા વારંવાર રજુઆત છતાં કોઈ પગલાં ન લેવાતા સરપંચો લડાયક મૂડમાં
રાજપીપળા: નર્મદા જિલ્લા ના નાંદોદ તાલુકા ના લગભગ 45 ગામોના સરપંચો એ સોમવારે એક સાથે ભેગા મળી તાલુકા પંચાયત કચેરી ખાતે ટી ડી ઓ ને રજુઆત કી જણાવ્યું કે એ ટી વી ટી ના કામોમાં સરકાર દ્વારા પાંચ લાખ રૂપિયા સુધીના કામો જે તે ગ્રામપંચાયત ના સરપંચ ,તલાટી હસ્તક આવે છે અને પાંચ લાખ થી વધુ ની રકમ ના કામો ના ટેન્ડર બહાર પડે તેવો નિયમ હોવા છતાં નર્મદા જિલ્લા ના નાંદોદ તાલુકા માં હાલની બોડી એ દરેક ગ્રામ પંચાયત ના કામો પોતાના મળતિયા કોન્ટ્રાક્ટરો ને સોંપી કાયદાનું ઉલ્લઘન અને ગ્રામ પંચાયત ના સરપંચ તલાટી હસ્તક ના કામો છીનવી પોતાના અંગત ફાયદા માટે ના કામો કરાય છે આ બાબતે અગાઉ તમામ સરપંચો એ પોતાની ગ્રામ પંચાયત ના લેટરપેડ પર આ રજુઆત કરી હોવા છતાં હજુ આ કામો હાલની બોડી દ્વારાજ થાય છે .
બોક્ષ:ગ્રામ પંચાયત ની સત્તા પર તરાપ મારવાનુ કામ બંધ નહીં કરાય તો ગાંધી ચીંધ્યો માર્ગ અપનાવીશુ: નિરંજન વસાવા
આ બાબતે કુંવારપરા ગ્રામપંચાયત ના સરપંચ નિરંજન વસાવા એ જણાવ્યું કે નાદોદ તા.પં. ના 15% ગુજરાત પેટનૅ એટીવીટી ના પાણી ના કામ માટે ટેન્ડર પ્રક્રીયા હાથ ધરવામા આવી છે જે ગત વષૅ મા પણ કરવા મા આાવેલ કામો હજુ પણ એજન્સી ઓ દ્વારા કેટલાક કામ બાકી હોવાથી જેના પર યોગ્ય કાયૅવાહી કરવામા આવે અને ટેન્ડર પ્રક્રીયાઅટકાવી સરકારના નિયમ પ્રમાણે દરેક ગ્રામ પંચાયતો ને વર્કઓડૅર ગ્રામ પંચાયત ને આપવા મા આવે તેવી માંગ અમે કરી છે અને ગ્રામ પંચાયત ની સત્તા પર તરાપ મારવાનુ કામ બંધ નહીં કરાય તો અમે થવુ જોઈએ આગામી દિવસાે મા ગાંધી ચીંધ્યા માર્ગે જઈશુ તેવી પણ ચીમકી આપી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




