પાકિસ્તાનમાં નવા વડાપ્રધાન તરીકે પૂર્વ ક્રિકેટ ખેલાડી ઇમરાન ખાને જવાબદારી સંભાળી લીધી છે ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધમાં કોઇ સુધારો થશે કે કેમ તેને લઇને નવી ચર્ચા છેડાઇ ગઇ છે. રાજકીય નિષ્ણાંતો કહે છે કે સંબંધ ચોક્કસપણે સુધરી શકે છે પરંતુ હવે પાકિસ્તાનને નિર્ણાયક પહેલ કરીને ારત સાથે સંબંધો સુધારી દેવા માટે વિશ્વાસ નિર્માણના પગલા લેવા પડશે. સરહદ પર યુદ્ધવિરામના ભંગને નિર્ણાયક રીતે રોકવા પગલા લેવા પડશે. ત્રાસવાદ પર અંકુશ પણ જરૂરી રહેશે. હાલની સ્થતીમાં બન્ને દેશો વચ્ચે જયારે આંતરરાષ્ટ્રીય સરહદ અને અંકુશ રેખા પર વિસ્ફોટક સ્થતી છે ત્યારે માહોલ સુધરવાની તક તો નહીંવત દેખાઇ રહી છે.
પાકિસ્તાને હમેંશા શાંતિ મંત્રણા આડે અડચણો ઉભી કરી છે. હાલમાં એકબાજુ રમજાનના પવિત્ર મહિના દરમિયાન ભારત સરકારે ત્રાસવાદીઓ સામે કોઇ કાર્યવાહી નહીં કરવાનો નિર્ણય કર્યો હતો ત્યારે પાકિસ્તાને યુદ્ધવિરામનો ભંગ કરીને સતત ગોળીબાર કર્યો હતો આવી જ સ્થતીમાં બન્ને દેશો વચ્ચે સ્થતી સુધરે તેવા સંકેત ઓછા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધ કોઇ પણ સમય સુધરી શકશે કે કેમ તે બાબત પર જવાબ આપવાની સ્થતીમાં કોઇ નથી.વિતેલા વર્ષોમાં પણ આ પ્રકારની વાતચીત થઇ છે જે તમામ ફ્લોપ સાબિત થઇ છે. આવી ગુપ્ત વાતચીતના અગાઉના કોઇ પરિણામ સારા રહ્યા ન હતા. જેથી આ વખતે કોઇ વધારે આશા રાખવાની બાબત યોગ્ય રહેશે નહી. આ પ્રકારની ગુપ્ત વાતચીતથી બન્ને દેશોના ભાંગી પડેલા સંબંધો ક્યારેય સુધારા પર આવ્યા નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોની જટિલતાને જાતા લાગે છે કે આ વાતચીત કેટલાક કારણોસર આગળ વધી શકે તેમ નથી.
વાતચીત નિષ્ફળ રહેવા માટે કેટલાક કારણો છે જે પૈકી એક કારણ એછે કે બન્ને દેશો આદાન પ્રદાનના સામાન્ય સિદ્ધાંતોને યાદ રાખતા નથી. સવાલ એ થાય છે કે શુ પાકિસ્તાન અને ભારત કાશ્મીર અને ત્રાસવાદના મુદ્દા પર જે વ્યાપક મતભેદો રહેલા છે તે મતભેદોને દુર કરવામાં સફળ રહેશે કે કેમ. વાસ્તવિકતા એ છે કે દુનિયાના કોઇ પણ દેશ પારસ્પરિક સંઘર્ષના મુદ્દા પર નરમ વલણ અપનાવવા માટે તૈયાર થતા નથી. સત્તામાં જે પણ હોય છે તે બીજા દેશ સાથે નરમ વલણ અપનાવતા નથી. આ બાબ એટલા માટે હોય છે કે તેમને દેશદ્રોહી હોવાની છાપ ઉભી થશે તેવી દહેશત હોય છે. ટ્રેક-૨ મંત્રણામાં સામેલ થતા પ્રતિનિધીઓ પાસે કોઇ પણ પ્રકારની કોઇ સત્તા હોતી નથી. તેમની સરકાર ઘૃણાના માહોલને ખતમ કરશે તે વાત કરવાની સ્થતીમાં કોઇ પણ પ્રતિનિધી હોતા નથી. જેથી આવી વાતચીતના પરિણામ સફળ રીતે મળતા નથી. સ્વાભાવિક છે કે દ્ધપક્ષીય રચનાત્મક માહોલ સર્જવા માટે કોઇ આધાર હોતા નથી. જેથી આવી પ્રકારની મંત્રણા ફ્લોપ સાબિત થાય છે. સરહદ પર પાકિસ્તાને સતત ગોળીબાર જારી રાખ્યો છે. જમ્મુ કાશ્મીરમાં આ વર્ષે આંતરરાષ્ટ્રીય સરહદ અને અંકુશરેખા પર પાકિસ્તાન તરફથી અવિરત ગોળીબાર કરવામાં આવી રહ્યો છે.
ગોળીબારની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. એકબાજુ ભારત સરકારે રમઝાનના પવિત્ર મહિનામાં ત્રાસવાદીઓ સામે ઓપરેશનને બંધ રાખવાનો નિર્ણય કર્યો ત્યારે સરહદ ઉપર પાકિસ્તાને તેની હરકતો જારી રાખી હતી અને બિનઉશ્કેરણીજનકરીતે ગોળીબાર જારી રાખ્યો હતો. જેના કારણે તેના નાપાક ઇરાદા જાહેર થઇ ગયા હતા. બીએસએફની જવાબી કાર્યવાહીથી હચમચી ઉઠેલા પાકિસ્તાને હાલમાં જ ગોળીબાર બંધ કરવા માટે અપીલ કરી હતી. જા કે, પોતે દુસાહસ કરીને ગોળીબારનો દોર જારી રાખે છે. આતંકવાદીઓને ભારતીય ક્ષેત્રમાં ઘુસાડવાના હેતુસર આ કાર્યવાહી જારી રાખવામાં આવી છે. આ વર્ષે સરહદપારથી ગોળીબારની ઘટનાઓ ૭૦૦થી પણ વધુ બની છે. પાકિસ્તાન તરફથી કરાયેલા આ ગોળીબારમાં ૧૮ સુરક્ષા કર્મીઓ સહિત ૪૦ લોકોના મોત થયા છે તથા સેંકડો લોકો ઘાયલ થયા છે. આવી સ્થતિમાં પાકિસ્તાન પર વિશ્વાસની બાબત બિલકુલ યોગ્ય દેખાઈ રહી નથી.પાકિસ્તાને એકબાજુ યુદ્ધવિરામનો ભંગ કરીને ગોળીબાર સરહદે જારી રાખ્યો છે જ્યારે બીજી બાજુ તે તેને ત્યાં છુપાયેલા ત્રાસવાદીઓની સામે કોઇ નક્કર પગલા લઇ રહ્યુ નથી. મુંબઇ હુમલાના માસ્ટરમાઇડ ત્યાં છુપાયેલા છે. આ ત્રાસવાદીઓ જાહેરમાં ફરી રહ્યા છે. યુવાનોની ત્રાસવાદમાં ભરતી કરવામાં આવી રહી છે. આ તમામ ગતિવિધી વચ્ચે સાર્થક વાતચીત શક્ય દેખાતી નથી. પાકિસ્તાનના નવા વડાપ્રધાન ઇમરાન ખાન ભારતમાં ખુબ સમય સુધી ક્રિકેટ રમતો રહ્યો છે. ભારતની સ્થતીથી વાકેફ પણ છે. ભારતની ભાવનાને પણ સમજે છે. આવી સ્થતીમાં તે સેના સાથે અંતર રાખીને ભારત સાથે સંબંધ સુધારી દેવા અને ત્રાસવાદીઓ સામે પગલા લેવાની હિંમત કરી શકશે કે કેમ તેના પર તમામની નજર રહેનાર છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





