ભુજના ઝુરા ગામના વિસ્તારમાંથી હાર જીતનો જુગાર રમતાં ૧૨ જુગારીઓ ઝડપાયા .

0
152

પોલીસ અધિક્ષકશ્રી એમ.એસ.ભરાડા સાહેબ, પશ્ચિમ કચ્છ ભુજની સુચના અને માર્ગદર્શન મુજબ આજરોજ એલ.સી.બી., પશ્ચિમ કચ્છ-ભુજ ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એમ.આલની સુચના અને માર્ગદર્શન તળે એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સપેકટર એમ.બી.ઔસુરાનાઓની આગેવાની હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસો ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

પેટ્રોલીંગ દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, ભુજ તાલુકાના ઝુરા કેમ્પ ગામે સવાઇસિંહ પથુજી સોઢાના કબ્જા ભોગવટાના બેઠકના મકાનમાં બહાર થી જુગાર રમવા માટે ખેલીઓ બોલાવી રૂપિયાની હાર જીતનો જુગાર રમી રમાડતા હોય જે બાતમી અન્વયે રેડ કરતા (૧) સવાઈસિંહ પતુજી સોઢા, ઉ.વ.પ૦, રહે.ગામ-ઝુરા કેમ્‍પ, તા.ભુજ., (ર) સુરતસિંહ લાડુજી રાઠોડ,ઉ.વ.૩૦, રહે.ગામ- ઝુરા કેમ્‍પ, તા.ભુજ. (૩) કરશનજી ઈજતાજી સોઢા, ઉ.વ.૪૦, રહે.ગામ-ઝુરા કેમ્‍પ, તા.ભુજ. (૪) કુંભાજી ઈજતાજી સોઢા, ઉ.વ.૩ર, રહે.ગામ- ઝુરા કેમ્‍પ, તા.ભુજ. (પ) ભૈરવસિંહ માંનાજી સોઢા, ઉ.વ.૪૦, રહે.ગામ- ઝુરા કેમ્‍પ, તા.ભુજ. (૬) ગોરધનસિંહ ખાનજી રાઠોડ, ઉ.વ.૪૦, રહે.ગામ- ઝુરા કેમ્‍પ, તા.ભુજ. (૭) પ્રવિણસિંહ મંગલજી સોઢા, ઉ.વ.૪૦, રહે.ગામ- ઝુરા કેમ્‍પ, તા.ભુજ. (૮) ધર્મેન્‍દ્રસિંહ તોગાજી સોઢા, ઉ.વ.ર૬, રહે.જુની રાવલવાડી, વ્‍યામ શાળાની બાજુમાં, ભુજ. (૯) સવાઈસિંહ રાણાજી સોઢા, ઉ.વ.૪૧, રહે.ગામ-ઝુરા કેમ્‍પ, તા.ભુજ. (૧૦) સોમજી સવાઈસિંહ રાઠોડ, ઉ.વ.૪ર, રહે. વૃદાવન સોસાયટી, નખત્રાણા-કચ્‍છ. (૧૧) ઘનશ્‍યામસિંહ મંગલજી સોઢા, ઉ.વ.૩૦, રહે.ગામ-ઝુરા કેમ્‍પ, તા.ભુજ. (૧ર) માધુભા રાણાજી સોઢા, ઉ.વ.૪૦, રહે.ગામ-ઝુરા કેમ્‍પ, તા.ભુજ. વાળાઓને રોકડા રૂા.૩૧,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૯, કિં.રૂા.૬,૫૦૦/- ગંજીપાના નંગ-૫૨, કિં.રૂા. ૦૦/- એમ કુલ્લે રૂપિયા ૩૭,૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી તમામ આરોપીઓ વિરૂધ્ધ ભુજ શહેર એ ડી.વી. પો.સ્ટે. ખાતે જુગાર ધારા હેઠળ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

ગૌતમ બુચિયા 9714065405

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY