ભરૂચના હોમગાર્ડ જવાનની બહાદુરી માટે સન્માન પત્ર આપવામાં આવ્યું.

0
50

ભરૂચની એક કંપનીની કોલોનીના ગરબા ગ્રાઉન્ડ પર સાપ આવી ચઢતાં હોમગાર્ડ જવાને પકડી પાડતા કંપની દ્વારા સન્માનિત કરવામાં આવ્યો હતો.

ભરૂચની શ્રવણ ચોકડી નજીક આવેલ જીએસીએલ કંપની દ્વારા હાલમાં ચાલી રહેલ ગરબા મહોત્સવમાં શુક્રવારના રાત્રીના ગરબા ચાલી રહ્યા હતા.ત્યારે અચાનક ગરબા ગ્રાઉન્ડમાં આશરે 5 ફૂટ લંબાઈ ધરાવતો સાપ આવી જતાં નાસ ભાગ મચી જવા પામી હતી.જે અંગેની જાણ હોમગાર્ડ જવાન તથા જીવદયા પ્રેમી મુકેશ વસાવાને કરવામાં આવતાં તેવો અને તેમની ટીમ જગ્યા પર પહોંચીને સાવચેતી સાથે મેદાન પરથી સાપને સલામત રીતે સાપને ઝડપી પાડીને સલામત સ્થળે છોડવાની કવાયત હાથ ધરી હતી.હોમગાર્ડ જવાન મુકેશ વસાવા અને તેમની ટીમની સરાહનીય કામગીરી બદલ જીએસીએલ કંપની દ્વારા તેમનું સન્માન કરવામાં કરી પ્રમાણ પત્ર આપવામાં આવ્યું હતું.

રિપોર્ટર:-અંકિતા પાટણવાડિયા
મો:-9904733000

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY