ભરૂચની પેરોલ ફર્લો સ્કોડ દ્વારા નેત્રંગથી અપહરણના કેસમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પડાયો.

0
151

ભરૂચ જિલ્લા પેરોલ ફર્લો સ્કોડ દ્વારા અમદાવાદના નરોડા પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદમાં લગ્નની લાલચે ભગાડી જનાર આરોપીને નેત્રંગના લાલમંટોળી ગામેથી ઝડપી પાડી અમદાવાદ પોલીસને હવાલે કરી દેવાયો 

પેરોલ ફર્લો સ્કોડ રાત્રી પેટ્રોલીંગ માં હતી.ત્યારે મળેલ બાતમીના આધારે અમદાવાદના નરોડા પોલીસ મથકના અપહરણના કેસમાં નાસતા ફરતો આરોપી વિનોદ નારણ વસાવા,રહેવાસી, નેત્રંગ લાલમંટોળી ગામનાને ઝડપી પાડી હતો.આરોપીએ વર્ષ 2014માં અમદાવાદના નરોડા પોલીસ મથકના વિસ્તારના દુર્ગાચોક સેજપુર હદેલી ખાતે રહેતા નાનચંદ કલાલની દિકરી શિલ્પાને પટાવી ફોસલાવી ભગાડી ગયેલ હતો.જેની ફરિયાદ અમદાવાદ નરોડા પોલીસ મથકે નોંધાઈ હતી અને આરોપી પકડવાનો બાકી હતો.ભરૂચ પેરોલ ફર્લો સ્કોડે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી અમદાવાદ નરોડા પોલીસ મથકે સોંપવામાં આવ્યો છે.

રિપોર્ટર:-અંકિતા પાટણવાડિયા
મો:-9904733000

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY