સુરત, તા. ૧૮
રાષ્ટ્રની એકતા અને અખંડિતતાના શિલ્પી અખંડ ભારતના નિર્માતા, લોખંડી પુરુષ, પ્રખર રાષ્ટ્રભકત એવા સરદાર વલ્લભભાઇ પટેલને આદરપૂર્ણ શ્રધ્ધાંજલિ આપવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સેવેલુ સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. સરદાર સાહેબ જીવન કવન, સત્યાગ્રહો જેવા અનેક પ્રસંગો વિશેની માહિતી જનપ્રજન સુધી પહોંચે તેવા આશયથી આજે સવારે ૧૦.૩૦ વાગે બારડોલી, સુગર ફેકટરી કંપાઉન્ડ ખાતેથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા એકતા રથયાત્રાનું પ્રસ્થાન કરાવાયું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, જે નગરના સત્યાગ્રહ અને લગાન સામે ખેડૂતોની એક્તાએ વલ્લભભાઈ પટેલને સરદાર સાહેબનું બિરુદ અપાવ્યું તે સ્થળની મુલાકાતનું સૌભાગ્ય એ જીવનની એક દુર્લભ તક છે. તેમણે ઉમેર્યું કે, સરદાર સાહેબ દેશની એકતાનું પ્રતિક છે. દેશની એક્તા માટે સરદાર સાહેબની કુનેહ અને પ્રતિબદ્ધતાને કારણે જ આજે દેશ એક અને અખંડ છે. જો સરદાર સાહેબ ના હોત તો દેશનો નકશો જ અલગ હોત. તેમ સ્પષ્ટ પણે જણાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે, સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી ૧૮૨ મીટરની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું લોકાર્પણ સરદાર જ્યંતી ૩૧ ઓકોટબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે તે દિવસ રાષ્ટ્રના ઇતિહાસમાં મહત્વનો અને ઐતિહાસિક બનશે.આજથી સમગ્ર ગુજરાતમાં બે તબક્કામાં ૧૦ હજાર ગામડાઓમાં ફરશે. અને સરદાર પટેલના જીવન અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી અંગે માહિતગાર કરવામાં આવશે.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના હસ્તે સૂર્યશકિત કિસાન યોજનાના ૧૧ કેવી ખલી, નાનીફળી અને ખાનપુર એમ ત્રણ ફિડરોનો ખાતમુહૂર્ત સંપન્ન કરાયું હતું. ધરતીપુત્રો ખેતીવિષયક વીજ ઉત્પાદન પોતાના જ ખેતરમાં જાતે જ કરીને તેનો ઉપયોગ કરી સિંચાઈની સાથે વધારાની આવક મેળવી શકે તે માટે સ્કાય યોજના રાજય સરકારે અમલમાં મૂકી છે.
દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના બારડોલી પેટા વિભાગીય કચેરીના ૧૧ કેવી ખલી ખેતીવાડી ફીડર જે બારડોલી ૬૬ કેવી સબ સ્ટેશનમાંથી નીકળે છે. આ ખેતીવાડી ફીડર પર ત્રીસ જેટલા ખેતીવાડી વપરાશ માટેના વીજ જોડાણો આપવામાં આવેલા છે. માંગરોળ પેટા વિભાગીય કચેરીના ૧૧ કેવી નાની ફળી ખેતીવાડી ફીડર જે વાંકલ ૬૬ કેવી સબ સ્ટેશનમાંથી નીકળે છે. નાની ફળી ખેતીવાડી ફીડરમાં ૫૪ જેટલા ખેતીવાડી વપરાશ માટેના વીજ જોડાણો આપવામાં આવ્યા છે. વ્યારા વિભાગીય વીજ કચેરના તાબા હેઠળની વાલોડ પેટા વિભાગીય કચેરીના ૧૧ કેવી ખાનપુર ખેતીવાડી ફીડર જે રૂપવાડા ૬૬ કેવી સબ સ્ટેશનમાંથી નીકળે જેમાં ૮૦ જેટલા વીજ વપરાશના જોડાણો આવેલા છે. આમ ત્રણેય ફિડરોને સ્કાય યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો હોઈ, આ ફીડર હેઠળના ૭૦ ટકા જેટલા વીજ ગ્રાહકોની સંમતિ હેઠળ યોજનાનો લાભ ખેડૂતોને મેળવી શકશે.
આ ગૌરવવંર્તા સમારોહમાં ઉર્જામંત્રીશ્રી સૌરભ પટેલ, વન અને આદિજાતિમંત્રીશ્રી ગણપતસિંહ વસાવા, સામાજિક ન્યાય અને અધિકારીતામંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમાર, ગૃહરાજયમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા, રમતગમત રાજયમંત્રીશ્રી ઈશ્વરભાઈ પટેલ, આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રીશ્રી કિશોરભાઈ કાનાણી, વન અને આદિજાતિ વિકાસ વિભાના રાજયમંત્રીશ્રી રમણલાલ પાટકર, સાંસદો, ધારાસભ્યો ઉપસ્થિત રહ્નાં હતા.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




