ભરુચ,તા.૨૩
ભરૂચના મક્તમપુર સિદ્ધિવિનાયક મંદિર નજીક આવેલા કચરાનાં ઢગલામાં રાત્રિનાં સમયે આગ લાગતાં દોડધામ મચી હતી. આગનાં પગલે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપ્યો હતો. જાકે ઘટના અંગે નગરપાલિકાનાં ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જેમણે આગ ઉપર કાબુ મેળવી લેતાં હાશકારો મેળવ્યો હતો.
ભરૂચના મકતમપુર વિસ્તારમાં સિદ્ધિવિનાયક મંદિર નજીક કેટલાંક યુવાનો ફટાકડા ફોડી રહ્યા હતા. તેવામાં ફટાકડાના તણખાથી નજીકમાં રહેલા કચરાનાં ઝગલામાં રાત્રિનાં સમયે આગ લાગી હતી. અચાનક આગ ભભૂકી ઉઠતા સ્થાનિકોનાં જીવ તાળવે ચોંટયા હતા. નર્મદા પાસે ઝુપડપટ્ટી નજીક કેટલાક યુવાનો ફટાકડા ફોડી રહ્યા ત્યારે આગની ઘટના ઘટી હતી.
જાતજાતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં આ કચરો સળગી ઉઠતા ઝુપડપટ્ટી વિસ્તારોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જાકે બનાવની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગને થતાં ફાયર ફાઈટરોએ ઘટનાસ્થળે દોડી આવી આગ ઉપર કાબુ મેળવી લેતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



