સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં અનુસૂચિત જાતિની વસ્તી ધરાવતા એક તાલુકા મથક ખાતે તા.૩૦/૧૧/૨૦૧૮ પહેલાં યોગ સેમિનારનું આયોજન વિનામૂલ્યે હાથ ધરવામાં આવનાર છે.
યોગમાં રસ ધરાવતા અનુસૂચિત જાતિના ઉમેદવારોએ સીનિયર કોચઘ જિલ્લા રમતપ્રશિક્ષણ કેન્દ્ર ભરૂચ ૮-૯, માંગલ્ય કોમ્પલેક્ષ, કલેક્ટર કચેરીની સામે મોબાઇલ નં.૯૮૯૮૧૯૭૧૪૩ ઉપર સિનિયર કોચનો સંપર્ક કરીને યોગ સેમીનાર માટેના પ્રવેશપત્ર મેળવી તેમાં સંપૂર્ણ વિગતો ભરીને તા.૦૨/૧૧/૨૦૧૮ સુધીમાં ઉક્ત સરનામે રૂબરૂ અથવા ટપાલ મારફતે મોકલી આપવાના રહેશે. પસંદ થયેલ ઉમેદવારોને સિનિયર કોચ દ્વારા યોગ સેમીનાર અંગે જાણ કરવામાં આવશે એમ સિનિયર કોચ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર – ભરૂચે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





