નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી.પોલીસ

0
411

નાસતા ફરતા/વોન્ટેડ આરોપીઓને પકડવાની ડ્રાઇવ અનુસંધાને તથા એસ.ઓ.જી. ચાર્ટર મુજબની કામગીરી અર્થે પોલીસ ઇન્સપેકટર પી.એન.પટેલ તથા પોલીસ સબ ઇન્સપેકટર કે.એમ.ચૌધરી ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલીગમા હાજર હતા દરમ્યાન બાતમી આધારે ભરૂચ શહેર “સી” ડીવીઝન પોલીસ સ્ટેશન ના ગુનાના કામનો નાસતા ફરતા/વોન્ટેડ આરોપી પંકજ ઉર્ફે સલમાન પ્રવિણભાઇ સોલંકી રહે.આલી હરિજનવાસ, પાંજરાપોળ પાછળ, ભરૂચનાને પકડી ભરૂચ શહેર “સી” ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY