ભરૂચના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ હોટલ એપલ ઇનના માલિકે પરવાનગી વગર જ ચોથો અને પાંચમો માળ બાંધી દેતા તેની સામે થયેલી ફરીયાદને આધારે આખરે બૌડાએ હોટલની ઉપરના બે માળને સીલ કરી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
ભરૂચ શહેરમાં આવેલી હોટલ એપલ ઇન’ને ગ્રાઉન્ડ ફલોર તથા ત્રણ માળના બાંધકામની મંજૂરી મળી હતી.જાકે હોટલ સંચાલકો એ મંજૂરી ઉપરવટ જઇ ચોથા માળનું બાંધકામ શરૂ કરતા તેની સામે વિવાદ છેડાયો હતો. એક જાગૃત નાગરિકે ચોથા માળના બાંધકામ સામે બૌડામાં ફરિયાદ કરતા બૌડાએ તત્કાલીન ધોરણે બાંધકામને અટકાવ્યું હતું. જેની સામે હોટલ સંચાલકોએ બૌડામાં બાંધકામની મંજૂરી માંગી હતી.
પરંતુ હોટલના સ્થળ અને જગ્યા જાઇ ૨૦૧૬માંજ વધારાના માળના બાંધકામની મંજૂરી આપી ન હતી. આમ છતાં પણ નિયમોની ઐસી તૈસી કરી હોટલ સંચાલકોએ ચોથા અને પાંચમાં માળનું બાંધકામ શરૂ કરતા પુનઃ વિવાદ ઉભો થયો હતો.જેની સામે ફરી એક વખત ફરિયાદ થતા થોડા સમય પહેલાં બૌડાએ હોટલ સંચાલકોને નોટિસ આપી દસ દિવસમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટે જણાવ્યું હતું.છતાં બાંધકામ દૂર ન કરાતા આખરે આજરોજ બૌડાના અધિકારીઓએ હોટલ એપલ ઇનના ચોથા અને પાંચમા માળને સીલ કરી હોટલ ઉપર નોટિસબોર્ડ લગાડી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે સીલીંગની કાર્યવાહી દરમિયાન હોટલ સંચાલકોએ સીલીંગ ન થાય તે માટે એડીચોટીનું જાર લગાવ્યું હતું.રાજકીય આગેવાનોને આગળ ધરવા છતાં પણ સીલીંગની કાર્યવાહી અટકી ન હતી.
ધનંજય ઝવેરી:-9978406923
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"








