ભલાઈની દીવાલ પર કોઈ અસામાજિક તત્વોએ આગ લગાડતા કપડાં બળીને ખાખ.

0
32

ભરૂચનાં ઝાડેશ્વર તળાવ નજીક આવેલા સાઈ મંદિર પાસે કોઈ પણ ગરીબ ઠંડીમાં ઠુંથવાતો ન રહે તેમજ તેના શરીરે કપડાં રહે તથા ભરૂચમાં વસતા લોકોને ઉપયોગમાં આવતી ના હોય તેવી ચીજવસ્તુથી અન્ય કોઇના કામમાં આવે સાથે સાથે તે મેળવવા માટે કોઇ ગરીબને લાઇનમાં ઉભા રહેવું ના પડે અને વગર કોઇ રોકટોક પોતાને જરૂરી એવા કપડા કે ચીજ વસ્તુ લઈ શકે તેવા શુભ આશયથી ભરૂચના ઝાડેશ્વરમાં ભલાઇની દિવાલ બનાવવામાં આવી છે.

પરંતુ તા.૨૩મીની રાત્રે ભલાઈની દીવાલ પાસે મુકેલા ગરીબો માટેના કપડાંને કોઈ ટીળખખોર તત્વો દ્વારા આગચંપી કરી સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. જેનાથી આ દિવાલ પાસે મુકેલા તમામ કપડાં સળગી ગયા હતા. સવારે અહીંથી પસાર થતા કેટલાંક લોકોનું ધ્યાન જતાં આ બાબત સામે આવી હતી.જે ખરેખર નીંદનીય છે.

ધનંજય ઝવેરી:-9978406923

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY