ભરૂચ નગર પાલિકા ફાયર ફાઇટરો દ્રારા ત્રણ જણ ને સહી સલામત બહાર કઢાયા.

ભરૂચ શહેરના ફાટા તળાવ વિસ્તારમાં આવેલ મહાદેવના મંદિર ની બાજુમાં રહેતા પરિવારનું મકાન ધરસાઈ થતા ચાર લોકો કાટમાળ નીચે દબાતા સ્થાનિકોમાં નાસ ભાગ મચી જવા પામી હતી.

બનાવ ની મળતી માહિતી મુજબ ભરૂચના ફાટા તળાવ વિસ્તારોમાં મહાદેવ મંદિરની બાજુના મકાનમાં રહેતાં કિશોર રાણા ની બાજુમાં આવેલ મકાનની દિવાલ મધરાતે ૩:૩૦ ના સુમારે કિશોર રાણાના મકાન પર પડતાં કિશોર રાણા અને તેમના પત્નિ કોકિલાબેન રાણા સવારે વહેલા ઉઠી જતા અચાનક મકાન હલતા કિશોર રાણાએ બુમાં બુમ કરતાં સ્થાનિકો દોડી આવ્યા હતા.

જયારે સ્થાનિકો બચાવવા જતા સ્થાનિકો પણ કાટમાળમાં દબાયા હતાં
બનાવની જાણ ભરૂચ ફાયર બ્રિગેડને કરતા લાસ્કરો દ્રારા ઘટનાં સ્થળ પર પહોંચી મકાનના કાટમાળ માં દબાયેલા લોકોને બચાવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જેમાં કિશોર રાણાના પુત્ર કૃણાલ રાણાને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં સફળતા મળી હતી જેમને તાત્કાલિક સારવાર અર્થે ઇમરજન્સી સેવા 108 દ્રારા સિવીલ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો હતો.
જયારે કિશોર રાણાની પુત્રી આરતી રાણા કાટમાળમાં ફસાઈ ગઈ હોવાના કારણે ત્રણ થી ચાર કલાક ની ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડ દ્રારા બહાર કાઢવામાં આવી હતી જેને ભરૂચ સિવિલ ખસેડવામાં આવતા હાજર તબીબ દ્રારા આરતી રાણાને મૃત જાહેર કરી હતી.
બનાવની જાણ થતાંજ નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાલા,સભ્ય જીજ્ઞેશ મિસ્ત્રી,નરેશ સુથારવાલા,સનત રાણા સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતાં.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"






