ભરૂચ ના પુષ્પાબાગ પાસે ગેસના બોટલમાં લીકેજ થી આગ લાગતાં નાસ ભાગ મચી.

0
282

ભરૂચ શહેરની પુષ્પાબાગ પાસે આવેલ શેઠ ફળિયામાં ગેસના બોટલ માં લીકેજ થતાં નાસ ભાગ મચી જવા પામી હતી.

બનાવ ની મળતી માહિતી મુજબ ભરૂચ સાધના સ્કૂલ પાસે આવેલ પુષ્પાબાગની સામે આવેલ શેઠ ફળીયાના મકાન નંબર સી/૩૪૮ માં રહેતા યોગેશ સુખડીયા પોતાના ઘરમાં ભજીયા બનાવતા હતા તે દરમ્યાન અચાનક તેલની ઝાળ ઉડતાં નીચે રહેલ ગેસના બોટલને લાગતાં તેમાં આગ પકડી લેતા દોડ ધામ મચી જવા પામી હતી.આગ લાગતાની સાથેજ પરિવારના લોકો સમય સુચકતા વાપરી સહી સલામત બહાર નીકળી આવ્યા હતાં.

બનાવ અંગેની જાણ ભરૂચ નગરપાલિકા ના ફાયર ફાઇટરો ને કરાતા તેઓ દ્રારા ઘટના સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.જેમાં કોઈ મોટી નુકસાની થવા પામી નથી.ગેસ લિકેજ થવાની જાણ ગુજરાત ગેસને કરાતા તેની રેસ્ક્યુ ટિમ પણ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આવી હતી

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY