નાતાલ તથા ૩૧ ડીસેમ્બરના તહેવારોએ કાયદો વ્યવસ્થા જાળવવા ભરૂચ જીલ્લા પોલીસની કામગીરી

0
10

ગુજરાત રાજ્ય પોલીસ વડાના આદેશથી ભરૂચ જીલ્લાના પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાં નાતાલ તથા ૩૧ ડીસેમ્બરના તહેવારને ધ્યાને લઇ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે અને શાંતિપુર્વક રીતે તહેવાર ઉજવાય તે હેતુથી જીલ્લામાં તા૨૫/૧૨/૨૦૧૮ થી તા.૩૧/૧૨/૨૦૧૮ સુધી પ્રોહીબિશનની સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરી અલગ અલગ ટીમ બનાવી અસરકારક કામગીરી કરવા સુચના આપેલ.જે અન્વયે ભરૂચ જીલ્લામાં અલગ અલગ જગ્યાએ ૪૦૦ થી વધુ રેઇડો કરી કુલ ૩૨૩ પ્રોહીબિશનના કેસો શોધી કાઢી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ ૬૮૦૦ કિંમત રૂપિયા ૮૯,૪૩૯૫/- તથા દેશી દારૂ લી.૧૯૪૪ કિં રૂ ૩૮,૮૮૦/- વોશ લીટર ૨૨,૬૦૫ કિં રૂ ૪૫૨૧૦/-વાહન નંગ ૦૫ કિં રૂ ૩,૬૦,૦૦૦/- તથા ગોળ કિ.ગ્રા. ૨૨૬૦ કિં રૂ ૫૬,૫૦૦/- તેમજ અન્ય મુદામાલ કિં રૂ ૪૭,૭૫૦/- મળી કુલ્લે રૂપિયા ૧૪,૪૨,૭૩૫/- ના મુદ્દામાલ સાથે ૩૩૨ આરોપીઓને
ઝડપી પાડવામાં આવેલ છે.આ ઉપરાંત ભરૂચ તાલુકાના કુકરવાડા ગામે ફાર્મ હાઉસમાં કુખ્યાત બુટલેગર નીલેશ મીસ્ત્રીના પુત્રની બર્થ ડે પાર્ટીમાં દારૂની મહેફીલ માણતા ૪૫ યુવાનોને ઝડપી પાડી વિશિષ્ટ કામગીરી કરવામાં આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY