માનસીક રીતે બીમાર નવ માસની NRI બાળકીનું ડોકટરની નિષ્કાળજીના કારણે મોત થયાના આક્ષેપ બાદ હોબાળો,જુવો વિડિયો

0
30

બાળકીના મોત બાદ પરિવારજનોએ કર્યો હોસ્પિટલ પર હોબાળો,પોલીસ દોડી આવી…જુવો હોસ્પિટનલનો વિડિઓ

ભરૂચ: પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના મુળ પરીએજ ગામના અને દક્ષિણ આફ્રિકામાં સ્થાયી થયેલા ઈરફાન પટેલની નવ માસની બાળકી નામે ઈકરા ઈરફાન પટેલ કોઈક માનસીક બીમારીથી પીડાઈ રહી હતી. જેની સારવાર અર્થે NRI પરિવાર વડોદરા ખાતે સારવાર અર્થે આવ્યું હતું અને ભરૂચ સેવાશ્રામ હોસ્પિટલ ખાતે આવેલ મીરાઝ સીટીસ્કેન કરાવવા આવ્યું હતું. દરમિયાન એક BHMS ડોકટર દ્વારા બાળકીને બેભાન કરવા એનએસથેસીયાનું ઈન્જેકશન મુકવામાં આવ્યું હતું. ત્યાર બાદ બાળકીને MRI કરાવવા ખસેડાઈ હતી પરંતુ MRI બાદ બાળકી ભાનમાં ન આવતા એને તાત્કાલિક ધોરણે ICU મા ખસેડાઈ હતી. જયાં તેને મૃત ઘોષિત કરવામાં આવી હતી. દરમિયાન ડોકટરની આ ગંભીર ભુલના કારણે બાળકીના પરિવારજનો રોષે ભરાયા હતાં અને હોસ્પિટલ ખાતે ધસી આવી હોબાળો મચાવ્યો હતો. જયાં તોડફોડ અને મારામારીના દ્રશ્યો સર્જાયા હતાં. સ્થળ પર પોલીસે પહોંચી જઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY