અંકલેશ્વરની વિવિધ શાળાઓના ધો.૧૦ના પરિણામ
અંકલેશ્વર, તા.૨૧
ધો.૧૦ની બોર્ડ એક્ઝામનાં પરિણામો જાહેર થયા છે. ત્યારે અંકલેશ્વરની પણ શાળાઓએ પોતાના પરિણામો ચકાસ્યા હતા.
અંકલેશ્વરની સંસ્કારદીપ સ્કૂલે ૧૦૦ ટકા રિઝલ્ટ મેળવ્યું છે. જ્યારે કે સ્વામી વિવેકાનંદ ગુજરાતી માદ્યમ શાળાએ ૯૫.૬૫ ટકા પરિણામ પ્રાપ્ત કર્યુ છે. અંકલેશ્વરની પ્રિયદર્શીની કન્યા શાળાનું પરિણામ ૯૧.૧૪ ટકા રહ્નાં છે. શાળાની વિદ્યાર્થીની સાક્ષી પ્રજાપતિએ ૯૯.૫૭ ટકા પર્સન્ટાઈલ સાથે એ૧ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. જીઆઈડીસી સ્થિત લાયન્સ સ્કૂલે પણ ૯૬ ટકા જેટલું ઊંચુ પરિણામ મેળવ્યું છે. ગટ્ટુ વિદ્યાલયે પણ ૯૭.૫૪ ટકા રિઝલટ મેળવ્યું છે. અંકલેશ્વરની આદર્શ સ્કૂલે ૬૧ ટકા રિઝલ્ટ મેળવ્યું છે. અંકલેશ્વર પબ્લિક સ્કૂલે ૭૮.૫૦ ટકા પરિણામ મેળવ્યું છે.
સૌથી વધુ અફસોસની વાત એ છે કે એક સમયની અંકલેશ્વરની સૌથી પ્રતિષિ્ઠત અને સૌથી જુની એવી જીનવાલા હાઈસ્કૂલનું પરિણામ માત્ર ૧૭.૮૩ ટકા જ આવ્યું છે. શાળાના ૧૬૧ પૈકી માત્ર ૨૮ વિદ્યાર્થીઓ જ ઉત્તીર્ણ થયા છે. નગરપાલિકા સંચાલિત આ હાઈસ્કૂલના વહીવટ કેવા લોકોના હાથમાં છે અને શિક્ષણનું સ્તર કઈ હદે ઉતરી ગયું છે આ બાબત આ પરિણામો પરથી જ જણાઈ આવે છે. આ એ શાળા છે કે જેમાં એક સમયે શિક્ષણ મેળવીને અનેક વિદ્યાર્થીઓ ઉજ્જવળ કારકિર્દી ભોગવી રહ્ના છે. શાળાની આ દુર્દશા બદલ નગરપાલિકાનાં માધ્યમિક શિક્ષણ સમિતિના વહીવટમાં ઘરમૂળથી ફેરફારની જરૂર છે. સાથે જ ગ્રાન્ટેડ સ્કૂલમાં સૌથી વધુ પગાર લેતા શિક્ષકોને પણ નશ્યત કરવાની જરૂર છે. આ દિશામાં પાલિકા સત્તાધીશો કંઈ કરશે કે રાજકારણ જ રમશે એ જાવું રહ્નાં !
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



