વાલિયા પોલીસે વિદેશી દારૂ ભરેલ કાર સાથે લુણા ગામના બુટલેગરને ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે. 

0
13

પ્રાપ્ત માહિતી અનુસાર વાલિયા તાલુકાના લુણા ગામના રખા ફળીયામાં રહેતો મહેશ નગીન વસાવા મોટાપાયે વિદેશી દારૂની હેરાફેરી કરે છે જેવી બાતમીના આધારે વાલિયા પોલીસ મથકના પી.એસ.આઈ. એન.એન.નીનામા અને સ્ટાફે દરોડો પાડ્યો હતો. જ્યાંથી પોલીસે મારુતિ અલ્ટો કાર નંબર-જી.જે.૨૧.એમ.૪૮૨માંથી વિદેશી દારૂની વિવિધ બોટલ ૨૫૨ અને મારુતિ કાર મળી કુલ રૂપિયા ૨ લાખ ૧૪ હજાર ૨૦૦નો મુદ્દામાલ ઝડપી પાડી ઝડપાયેલા બુટલેગર વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ અંગેનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. જયારે પોલીસના દરોડા દરમિયાન વાડી ફળિયાનો અન્ય બુટલેગર નીતેશ રણછોડ વસાવા ફરાર થઇ ગયો હતો.

ધનંજય ઝવેરી:-9978406923

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY