ઇંદીરાનગર ઝુપડપટ્ટી માંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

0
32

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક તરફથી જિલ્લામાં દારૂ – જુગાર સદંતરપણે નાબુદ કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને ભરૂચ એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર જે.એન.ઝાલાના
માર્ગદર્શન મુજબ જીલ્લામાં અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલ જેમા પો.સ.ઈ.એ.એસ.ચૌહાણ તથા ટીમનાં માણસો ભરુચ શહેર એ ડીવીઝન પો.સ્ટે વિસ્તારમા ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન આ.પો.કો.મહીપાલસિંહ રાજેદ્રસિંહની ચોક્કસ બાતમી આધારે ઇંદીરાનગર ઝુપડપટ્ટીમા રેઇડ કરતા એક ઇસમને ભારતીય બનાવટના વિદેશી દારુના જથ્થા સાથે પકડી પાડેલ છે.
આરોપીનુ નામ -: નાશીર ઉર્ફે પપ્પુ અલ્લાહબક્ષ શેખ રહે.મોફેસર જીન કંપાઉંડ ઇંદીરાનગર ઝૂપડપટ્ટી પાછળ તા.જી.ભરુચ
કબ્જે કરેલ મુદ્દામાલ :-
ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂના મુદ્દામાલની નાની મોટી તથા ટીન કુલ નંગ.-૨૮૫ ની કી.રૂ. ૩૪,૫૦૦/- તથા અંગઝડતી ના રોકડા રૂપીયા ૧૦,૦૦ તથા એક મોબાઇલ નંગ-૬ જેની કી.રૂ.૫૦૦/- ગણી કુલ કી.રૂ. ૪૫,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY