નેશનલ રૂરલ આજીવિકા મિશન યોજના

0
45

ભરૂચમાં ઝાડેશ્વર ખાતે, સાઈબાબાના મંદિર પાસે તા.૨૯/૧૦./૨૦૧૮ થી આજીવિકા માર્કેટિંગ મેળાનું આયોજન કરવામાં આવેલ છે.

ભારત સરકાર દ્વરા મહિલાઓના આર્થિક સશક્‍તિકરણના ભાગરૂપે અતિમહત્‍વની (નેશનલ રૂરલ લાઇવલીહૂડ મિશન-મિશન મંગલમ) યોજના અંતર્ગત યોજાયેલ આ માર્કેટિંગ મેળાને જિલ્લા પંચાયતના સદસ્‍ય શ્રીમતિ શૈલાબેન પટેલે ખુલ્લો મુક્‍યો હતો.

આ પ્રસંગે તેમણે મહિલાઓ આર્થિક સ્‍વાવલંબન પ્રાપ્‍ત કરે અને સ્‍વમાન ભેર જીવી શકે તેવા ઉમદા હેતુને વરેલી આ યોજનાનો લાભ લેવા મહિલાઓને પ્રોત્‍સાહિત કરી હતી. જિલ્લા વિકાસ અધિકારીશ્રી ક્ષિપ્રા આગ્રેએ આ પ્રસંગે ઉપસ્‍થિત રહી મહિલાઓના ઉત્‍સાહમાં વધારો કર્યો હતો અને તેઓએ શુભેચ્‍છા પાઠવી હતી. આ મેળામાં મોટી સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત રહ્‍યા હતા. આ મેળો સવારે ૧૦.૦૦થી સાંજના ૬.૦૦ વાગ્‍યા સુધી જાહેર જનતા માટે ખુલ્લો રહેશે એમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સી – ભરૂચે એક અખબારી યાદીમાં જણાવ્‍યું છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY