ભરૂચ,તા.૧૫
ભરૂચના ચાવજ ગામ નજીક ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયા બાદ ઇકો કારમાં આગ ફાટી નીકળી હતી. જેના પગે આખી કાર બળીને ખાખ થઇ હતી. જાકે સદનસિબે આ ઘટનામાં કોઇ જાનહાની પહોંચી નથી.
મળતી માહિતી પ્રમાણે ભરૂચના ચાવજ ગામ નજીક શુક્રવારે એક ઇકો કાર રસ્તા ઉપર પસાર થઇ રહી હતી. ત્યારે બાઇક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.
બાઇક સાથે અથડાયા બાદ ઇકો કાર રોડની બાજુમાં ઉતરી ગઇ હતી અને કારમાં આગ લાગતા ચાલકને સવારો બહાર નીકળી ગયા હતા. અને કાર ભડભડ સળગી હતી.
જોત જોતામાં આગે ભિષણ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ફાયર બ્રિગેડની ગાડી આવે એ પહેલા જ કાર અડધી બળીને ખાખ થઇ ગઈ હતી. સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળા એકઠાં થયા હતા. જાકે સદનસિબે આ ઘટનામાં કોઇ જાનહાની થઇ ન્હોતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





