અંકલેશ્વર તાલુકાના પીરામણ ગામના માજી સરપંચના દુઃખદ અવસાનથી ખાલી પડેલ સરપંચની બેઠક માટે ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં જાહેરનામા મુજબ ફોર્મ ખેંચવાની આજે છેલ્લી તારીખ હતી.
સરપંચના ઉમેદવાર તરીકે કુલ 4 ફોર્મ માન્ય રખાયા હતા.
ગામના આગેવાનોની અને વહીવટી અધિકારીઓમાં નાયબ કલેકટર ભગોરા,મામલતદાર,નાયબ મામલતદાર મનુભાઈ પટેલ ,ચૂંટણી અધિકારી ટંડેલ તરફથી દાખવેલ આગવી કુનેહના કારણે અન્ય ત્રણ ફોર્મ સમય મર્યાદામાં ખેંચવામાં સફળ રહ્યા હતા અને એક માત્ર વિષ્ણુ ભાઈ જયંતીભાઈ વસાવાને બિન હરીફ સરપંચ તરીકે જાહેર કરવામાં આવશે .આમ પીરામણ ગામ અને વહીવટી તંત્ર હાશકારો અનુભવ્યો હતો. નાયબ કલેકટરના કેહવા મુજબ આ એક માત્ર સરપંચની સીટની ચૂંટણી થાય તો વહીવટી તંત્ર એ ખર્ચ અને સમય આપવો પડે જે હાલ ઓછા સ્ટાફ માટે કઠિન કામગીરી હતી. એ સિવાય તાલુકાના અન્ય ગામો અડોલ અને સરથાણ ગામની વોર્ડની ખાલી પડેલ બેઠક માટે એક પણ ઉમેદવારી પત્રક ભરાયુ ના હતું આમ હાલ અંકલેશ્વર તાલુકામાં જાહેરનામા મુજબ કોઈ ચૂંટણી યોજવાની રહેતી ના હોવાના કારણે વહીવટી તંત્ર માટે આનંદની લાગણી અનુભવાઈ રહી હતી.
સલીમપટેલ
પીરામણ
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



