અપહરણ કરનાર આરોપીઓને ઝડપી પાડી બાળકને સલામત હાલતમા છોડાવતી ભરૂચ એલ.સી.બી તથા એસ.ઓ.જ.ની ટીમે પ્રસંસનીય કામગીરી કરી છે.

ભરૂચ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓ તરફથી મે.ડી.જી.પી ગુજરાત રાજય નાઓ તરફથી રાખવામા આવેલ અનુસંધાને અસરકારક કાર્યવાહી કરવા સુચના મળેલ જે આધારે ભરૂચ એસ.ઓ.જી તથા એલ.સી.બીના પોલીસ સ્ટાફના માણસો વાહન ચેકીંગમા હતા દરમ્યાન એલ.સી.બી ના પો.સ.ઇ વાય.જી.ગઢવી નાઓને નવી મુંબઇ ખાતેથી એક ત્રણ વર્ષના બાળકના થયેલ અપહરણ ની હકીકત મળેલ જેમા અપહરણ કરનાર એક કાર નંબ૨- એમએચ 02-ઈએચ-4206 મા વડોદરા તરફ જતો હોવાની હકીકત મળતા એલ.સી.બી/એસ.ઓ.જી ના ઇન્ચાર્જ પીઆઇ જે.એન.ઝાલાના માર્ગદર્શન હેઠળ ભરૂચ એસ.ઓ.જી ના પો.સ.ઇ એશ.એન.ગોહીલ તથા પો.સ.ઇ કે.એમ.ચૌધરી તથા એલ.સી.બી ના પીએસઆઈ વાય.જી.ગઢવી તથા સ્ટાફના પોલીસ માણસોએ માંડવા ટોલપ્લાઝા ખાતે વોચમા રહી મળેલ હકીકત મુજબની કાર અટકાવી તેમા અપહરણ કરનાર આરોપી (૧) જીનતશીંગ બેચરસીંગ રાવ તથા (૨) સરોજબેન જીનતશીંગ બેચરસીંગ રાવ બન્ને રહે-નવી મુંબઇ ઉલવા સેક્ટ૨-૮ મહારાષ્ટ્ર મુળ ૨હે- કોડિટા તા-જશવંતપુરા જી.જાલોર રાજરથાન નાઓને ઝડપી પાડી તેઓના કબ્જામાના અપહરણ થયેલ બાળક અયાન અબ્દુલહમીદ શેખ ઉ.૧.-૩ વર્ષ નાળે મુકત કરાવી ઉપરોક્ત બાળકના થયેલ અપહરણ બાબતે નવીમુંબઇ એન.આર.આય
કોસ્ટલ પો.સ્ટે. ગુ.૨.ન-૮૬/૨૦૧૯ ઇ.પી.કો.5-૩૬૩,૩૪ મુજબનો ગુનો દાખલ થયેલ હોય જે ગુનાનો ભેદ ઉકેલી બાળકને તેના માતા-પિતાને પરત સોંપવા તેમજ પકડાયેલ આરોપીઓ બાબતે આગળની કાર્યવાહી કરવા નવીમુંબઇ એન.આર.આય કોસ્ટલ પો.સ્ટે.ખાતે જાણ કરવામા આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



